અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સુહાગરાતે પતિનું રાજ ખુલ્યું, પત્નીએ પતિનું ‘ગુપ્ત ટોયઝ’ લોકરમાં મૂકી દીધું અને પછી….

અમદાવાદ 29 સપ્ટેમ્બર 2025: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના થોડા જ દિવસો બાદ પરિણીતાને સતત સતામણીનો ભોગ બનવું પડ્યું હતું.

મળતી વિગતો મુજબ, પરિણીતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ, સાસુ, સસરા અને મામા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના કહેવા મુજબ, લગ્નની પહેલી જ રાત્રે તેના પતિએ શારીરિક સંબંધ દરમિયાન સેક્સ ટોયનો ઉપયોગ કર્યો હતો. આથી અસ્વસ્થ થયેલી પરિણીતાએ તે ટોય લોકરમાં મૂકી દીધું. બાદમાં પતિએ તેને પરત આપવાની માંગણી કરી, જે બાબતે ઝપાઝપી કરીને પરિણીતાને માર મારવામાં આવ્યો હતો.

પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના સાસુ-સસરા દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. સુહાગરાત બાદથી જ સાસુએ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી કે “દહેજમાં કશું આપ્યું નથી.” પરિણીતાને બીમાર હોવા છતાં સતત ઘરકામ કરાવવામાં આવતું અને નાની-નાની બાબતોમાં મહેણા-ટોણા મારવામાં આવતા હતા.

પરિણીતાના જણાવ્યા મુજબ, લગ્નના દસેક દિવસ પછી જ્યારે તે પિતાના ઘરે પહોંચી ત્યારે ડિપ્રેશનમાં હોવાને કારણે આખી હકીકત માતાને જણાવી હતી. બાદમાં ફરી સાસરી જતાં પતિએ સેક્સ ટોયની માંગણી કરી અને ના પાડતા ફરી મારપીટ કરી. વધુમાં, દહેજરૂપે ત્રણ લાખ રૂપિયા અને દાગીનાની માંગણી પણ કરવામાં આવી હતી.

પરિણીતાના મામા સસરા દ્વારા સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પતિ કે સાસરિયા વાતચીત માટે આવ્યા ન હતા. અંતે પરિણીતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. હાલ નારોલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: બોટાદમાં અંડર બ્રિજની દયનીય હાલતને લઈ વિરોધ પ્રદર્શન, જનતાની કાયમી નિરાકરણની માંગ

Back to top button