ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુન્દ્રા પોર્ટ પહોંચ્યું LPG ટેન્કર ‘શિવાલિક’, શિપિંગ અને વિદેશ મંત્રાલયનું મોટું અપડેટ

Shivalik Tanker: ખાડી દેશોમાંથી LPG લઈને આવી રહેલુ ભારતીય જહાજ શિવાલિક મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. તે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલું હતું. તે હવે યુદ્ધગ્રસ્ત પ્રદેશ છોડીને ભારત પહોંચી ગયું છે. શિપિંગ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જહાજ વિશે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે એ પણ જણાવ્યું હતું કે ઈરાનથી 550 નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કર્યો

અગાઉ, શિપિંગ મંત્રાલયે જણાવ્યું હતું કે LPG વહન કરતું ભારતીય જહાજ હોર્મુઝ સ્ટ્રેટને પાર પાર કરી ગયું છે અને સાંજે 7 વાગ્યા સુધીમાં ભારત પહોંચી જશે. કાર્ગો ઉતારવામાં કોઇ વિલંબ નહીં થાય. સાથે જ તેમણે યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજો વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે 22 જહાજ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં અટકેલા છે. દરમિયાન, UAE થી ક્રૂડ ઓઇલ વહન કરતું જહાજ, જગ લડકી, સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. તે કાલે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે. જ્યારે LPG વહન કરતું ભારતીય જહાજ નંદા દેવી કાલે કંડલા પોર્ટ પર પહોંચશે.

550 ભારતીયયો ઇરાનથી આર્મેનિયા માટે રવાના

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ઇરાનથી 550 ભારતીય લોકો જમીન માર્ગે ઇરાનમાંથી આર્મેનિયા માટે રવાના થઈ ગયા છે. જેમાંથી 234 લોકો ધાર્મિક યાત્રા પર હતા. 90 લોકો અજરબૈજાન માર્ગે પાછા ભારત આવી રહ્યા છે. આ લોકોની મુસાફરીને તેહરાન સ્થિત આપણી એમ્બેસીએ સરળ બનાવી. તેઓને વિઝા તેમજ જરૂરી ઇમિગ્રેશન પ્રક્રીયાઓમાં પણ મદદ મળી. તેહરાન સ્થિત ભારતીય એમ્બેસી તમામ મુશ્કેલીઓ હોવા છતાં પૂરતી કામગીરી સાથે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી, એમ્બેસીએ તેહરાનથી બહાર આવેલા વિદ્યાર્થીઓને પણ વધુ સુરક્ષિત શહેરોમાં શિફ્ટ કરવામાં સફળતા મેળવી છે.

ખાડી દેશોમાંથી 20,000 મુસાફરો ભારત પરત ફર્યા

વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અસીમ મહાજને જણાવ્યું કે, “આ વિસ્તારમાંથી 20,000 પ્રવાસીઓ ભારત પરત આવી ગયા છે. સાઉદી અરેબિયામાં, વિવિધ એરપોર્ટથી ભારતમાં અલગ-અલગ ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ્સ ચાલી રહી છે. ઓમાનમાંથી પણ ભારતના વિવિધ ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ્સ ચાલી રહી છે. કતારનું એરસ્પેસ થોડું ખુલ્લું છે જ્યારે કુવૈતનું એરસ્પેસ 28 ફેબ્રુઆરી, 2026 થી બંધ છે. બહેરીન અને ઇરાકમાં ભારતીય નાગરિકો, જ્યાં હવાઈ ક્ષેત્ર બંધ છે, તેમને સાઉદી અરેબિયા જવા અને ત્યાંથી મુસાફરી કરવામાં મદદ કરવામાં આવી રહી છે.”

આ પણ વાંચો: ભારત-US ટ્રેડ ડીલ પર ક્યારે થશે હસ્તાક્ષર? કેન્દ્ર સરકારે જણાવ્યું – “એકવાર નવું ટેરિફ માળખું…”

Back to top button