ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

2027માં શનિ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, સિંહ-ધનુ સહિત આ રાશિને મળશે રાહત

Shani Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિની ચાલમાં થતા ફેરફારને જ્યોતિષમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2027માં શનિદેવનું મોટું ગોચર થવાનું છે, જે કેટલીક રાશિઓ માટે રાહત લઈને આવી શકે છે.

જ્યોતિષ ગણતરી મુજબ 3 જૂન 2027ના રોજ શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરશે.માન્યતાઓ અનુસાર, આ ગોચર બાદ કેટલીક રાશિઓ પર ચાલી રહેલી સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી થઈ શકે છે.

હાલ કઈ રાશિઓ પર છે શનિની અસર?

હાલમાં જ્યોતિષ માન્યતાઓ મુજબ કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. ધનુ રાશિ પર કંટક શનિની ઢૈયા અને સિંહ રાશિ પર અષ્ટમ શનિની અસર માનવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિને વધુ મહેનત કરવી પડે છે અને પરિણામ મેળવવામાં વિલંબ થઈ શકે છે તેવી માન્યતા છે.

કુંભ રાશિ: સાડાસાતીમાંથી રાહતના સંકેત

શનિના મેષ રાશિમાં પ્રવેશ સાથે કુંભ રાશિના જાતકોની સાડાસાતી પૂર્ણ થવાના સંકેત છે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં રાહત મળી શકે છે. માનસિક તણાવ ઓછો થવાની શક્યતા છે.

ધનુ રાશિ: મુશ્કેલીઓમાં ઘટાડો

ધનુ રાશિના જાતકોને કંટક શનિની ઢૈયાથી રાહત મળવાની માન્યતા છે. આર્થિક બાબતોમાં સુધારો થઈ શકે છે. અટવાયેલા પૈસા મળવા અથવા જૂના કામ પૂર્ણ થવાની શક્યતા બની શકે છે. લાંબા સમયથી ચાલતી તકલીફો ઘટશે.

સિંહ રાશિ: જીવનમાં સકારાત્મક ફેરફાર

સિંહ રાશિ પર ચાલી રહેલી અષ્ટમ શનિની અસર સમાપ્ત થવાના સંકેત છે. સ્વાસ્થ્ય, કરિયર અને પરિવાર સંબંધિત બાબતોમાં સારા બદલાવ આવી શકે છે.

શનિ ગોચરની ખાસ વાત

મેષ રાશિનો સ્વામી મંગળ છે અને શનિનો પ્રવેશ મેષમાં થવાથી ગ્રહોની સ્થિતિમાં મોટો બદલાવ માનવામાં આવે છે. જોકે જ્યોતિષ મુજબ દરેક વ્યક્તિ પર અસર તેની જન્મકુંડળી પ્રમાણે અલગ હોઈ શકે છે.

શનિની કૃપા મેળવવા માટે ઉપાય

  • શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો
  • જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી
  • સારા કર્મો કરવા
આ પણ વાંચોઃ ગુરુ પુષ્ય નક્ષત્ર 2026: 18 ઓગસ્ટ સુધી આ 4 રાશિઓને મળશે મોટો લાભ
Back to top button