ગુજરાતટ્રેન્ડિંગ

દ્વારકામાં આજે શામળિયા શેઠ વેપારી બનશે, હાટડી દર્શન માટે ભાવિકો ઉમટ્યા

  • ઠાકોરજીને સોનાચાંદી હીરાજડિત આભુષણો અને સુવર્ણજડિત મુગટનો શણગાર
  • આ વર્ષે સુદર્શન સેતુ ચાલુ હોવાથી તેની મુલાકાતે પણ લોકો આવશે
  • બેટ દ્વારકામાં ડોલ્ફીન વ્યૂઈંગ સિઝન ચાલુ થતી હોવાથી સહેલાણીઓનો ધસારો રહેશે

દ્વારકાના જગતમંદિરમાં દિવાળી પર્વ શૃંખલામાં ધનતેરસ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં ધન્વંતરી પૂજન અન્વયે ઠાકોરજીને લીલા રંગના વાઘા પરિધાન કરાવાયા હતા. ભોગમાં લીલા પકવાન ધરાવાયા હતા. ધનતેરસ નિમિતે વિશેષ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. રૂપચતુર્દશી નિમિત્તે હાટડી દર્શન અને દીપમાળા દર્શન યોજાશે. જેમાં ઠાકોરજીને સોનાચાંદી હીરાજડિત આભુષણો અને સુવર્ણજડિત મુગટનો શણગાર કરાશે.

દ્વારકાધીશ મંદિરમાં રૂપચતુર્દશી અને દિપાવલી પર્વ ઉજવાશે

દ્વારકાધીશ મંદિરમાં રૂપચતુર્દશી અને દિપાવલી પર્વ ઉજવાશે. જગતમંદિરમાં રાત્રિના સમયે હાટડી દર્શન યોજાશે જેમાં ઠાકોરજી શામળા શેઠ બનીને વેપારી બનશે, તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરીને ત્રાજવા તોલા સાથે બિરાજી ચોપડા પૂજન અને સોના ચાંદીના સિક્કાનું પૂજન કરવામાં આવશે. તા.21મીએ સવારે 11-30 કલાકે ગોવર્ધન પૂજા યોજાશે બાદમાં સાંજે 5 થી 7 અન્નકુટ મહોત્સવ ,તા.રરમીએ નૂતનવર્ષ તેમજ તા. 23મી ઓકટોબરે ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષે સુદર્શન સેતુ ચાલુ હોવાથી તેની મુલાકાતે પણ લોકો આવશે

જન્માષ્ટમી પર્વની જેમજ દિવાળી પર્વ શૃંખલામાં દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, બેટદ્વારકા, શિવરાજપુર, બ્લુ ફ્લેગ બીચ, હર્ષદ ,ગાંધવી, ગોપીતળાવ, સહિતનના સ્થળો પર માનવ મહેરામણ ઉમટી પડશે. આ વર્ષે સુદર્શન સેતુ ચાલુ હોવાથી તેની મુલાકાતે પણ લોકો આવશે. શિવરાજપુર બીચમાં સ્કુબા ડાઈવિંગ, બેટ દ્વારકામાં ડોલ્ફીન વ્યૂઈંગ સિઝન ચાલુ થતી હોવાથી સહેલાણીઓનો ધસારો રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું થઇ શકે છે જાહેર 

Back to top button