અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં BAPS સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી, એક્સપાયરી થેપલા પીરસાયા, વીડિયો વાયરલ

અમદાવાદ, 10 ઓગસ્ટ 2025: અમદાવાદમાં સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. એક ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પીરસવામાં આવ્યા હતા, જેમાં ફૂગ જોવા મળી હતી. ગ્રાહકે થેપલાની એક્સપાયરી ડેટ ચેક કરતાં આ બેદરકારી ઝડપાઈ હતી.
ગ્રાહકે રેસ્ટોરન્ટમાં ફરીથી તપાસ કરતાં ત્યાં અન્ય એક્સપાયરી ડેટવાળો જથ્થો મળી આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક જથ્થા પર મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલી ન હતી. આ ઘટનાથી નારાજ ગ્રાહકે રેસ્ટોરન્ટની આ બેદરકારીનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટનાએ રેસ્ટોરન્ટની ગુણવત્તા અને સ્વચ્છતા પર સવાલો ઉભા કર્યા છે. ગ્રાહકોમાં રોષ ફેલાયો છે અને ઘણા લોકોએ આવી બેદરકારી સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ મામલે તપાસ કરવા અપીલ કરવામાં આવી છે.
Back to top button