બિઝનેસ

સેન્સેક્સ 400 પોઈન્ટ ચડ્યો, નિફ્ટી 24,100 પાર; ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

Sensex Today : ભારતીય શેરબજારે સપ્તાહની શરૂઆત મજબૂત વધારા સાથે કરી છે. સોમવારે સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 24,100ના મહત્વપૂર્ણ સ્તર પાર પહોંચ્યો હતો. એશિયન બજારોમાં તેજી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે ભારતીય બજારમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો.

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 1.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે ટ્રેડ થતું રહ્યું, જે ભારત જેવા ઓઇલ આયાતકાર દેશો માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.

અમેરિકા-ઇરાન ચર્ચાનો બજાર પર અસર

કતાર અને પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલી પ્રથમ શાંતિ ચર્ચામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. 60 દિવસમાં અંતિમ સમજૂતી માટે માર્ગરેખા તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમાચાર બાદ વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

RIL શેર પર રોકાણકારોની નજર

Reliance Industriesની AGM બાદ કંપની ફરી ફોકસમાં આવી છે. બ્રોકરેજ હાઉસ CLSA, Nomura, Jefferies અને MOSLએ RIL પર સકારાત્મક અભિપ્રાય આપ્યા છે.

કંપનીએ AI, New Energy, Jio IPO અને Green Energy ક્ષેત્રમાં મોટા પ્લાન્સ જાહેર કર્યા છે. Jio Platformsના IPO માટે SEBI પાસે DRHP પણ ફાઇલ કરવામાં આવ્યું છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મળી રાહત

ક્રૂડ ઓઇલના ભાવમાં મોટા ઘટાડા બાદ BPCL, HPCL અને IOC જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રાહત મળી છે. JPMorgan અને અન્ય બ્રોકરેજ કંપનીઓના મતે આગામી ક્વાર્ટરમાં આ કંપનીઓની કમાણી સુધરી શકે છે.

Tata Motorsને મળ્યા 3400થી વધુ EV ઓર્ડર

Tata Motorsને 3400થી વધુ Electric Commercial Vehiclesના ઓર્ડર મળ્યા છે. તેમાં ટ્રક, બસ અને સ્મોલ કમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્ર માટે આ મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે.

Aurobindo Pharmaને અમેરિકાની મંજૂરી

Aurobindo Pharmaની અમેરિકન સહાયક કંપનીને Lannett Companyના 250 મિલિયન ડોલરના અધિગ્રહણ માટે US FTCની મંજૂરી મળી ગઈ છે. આ ડીલ બાદ કંપનીનો અમેરિકન માર્કેટમાં વધુ વિસ્તાર થવાની શક્યતા છે.

IPO માર્કેટમાં Turtlemint ચર્ચામાં

Turtlemint Fintech Solutionsના IPOને પ્રથમ દિવસે 45 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. QIB અને Retail કેટેગરીમાંથી સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ-વડોદરા હાઈવે પર ભયાનક અકસ્માત, 250KMની સ્પીડથી આવતી BMWના ટુકડા થયા

 

Back to top button