ભેસાણની શાળામાં સનસનીખેજ કાંડ, 20થી વધુ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય?

જૂનાગઢ 7 જુલાઈ 2025: જૂનાગઢ જિલ્લાના ભેસાણ વિસ્તારમાં આવેલી અમર શૈક્ષણિક સંકુલ શાળામાં નાનાં બાળકો સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય થયુ હોવાનું ચોંકાવનારું પ્રકરણ સામે આવ્યું છે. આરોપ મુજબ શાળાના આચાર્ય તથા એક શિક્ષક છેલ્લા કેટલાંક સમયથી 20થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિના સમયે બોલાવી શારીરિક અડપલા કરતા હતા.
ઘટનાની જાણ ભોગ બનેલા બાળકો દ્વારા તેમના વાલીઓને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની વાત સાંભળી વાલીઓ ભડકી ઉઠ્યા હતા અને શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
પોલીસે તરતજ કાર્યવાહી કરતાં શાળાના આચાર્ય અને સંકળાયેલા એક શિક્ષકની અટકાયત કરી છે. સાથે જ બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચી ઘટનાની સમીક્ષા કરી હતી. હાલ પોલીસ દ્વારા તમામ ભોગ બનેલા વિદ્યાર્થીઓના નિવેદન લેવાઈ રહ્યાં છે અને આગળની તપાસ ચાલુ છે.












