ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

9 કંપનીઓને IPO માટે સેબીની મંજૂરી, Laxyoથી Garuda Aerospace સુધી જાણો સંપૂર્ણ માહિતી

SEBI IPO Approval: આઈપીઓમાં રોકાણ કરીને કમાણી કરવાની તક શોધી રહેલા રોકાણકારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેબીએ એન્જિનિયરિંગ, ટ્રાવેલ ટેક્નોલોજી, ગેમિંગ, ડ્રોન, પેપર, રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી 9 કંપનીઓને IPO લાવવાની મંજૂરી આપી છે. કેટલીક કંપનીઓ આગામી સમયમાં બજારમાં પોતાનો IPO લાવી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઇન્દોર સ્થિત એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ કંપની Laxyo Railway Infrastructureને IPO માટે સેબીની મંજૂરી મળી છે. કંપનીએ માર્ચ 2026માં DRHP ફાઇલ કર્યો હતો. પ્રસ્તાવિત ઇશ્યૂમાં 150 કરોડ રૂપિયા સુધીના નવા ઇક્વિટી શેર જાહેર કરવાની યોજના છે.

કંપની માઇનિંગ સર્વિસ, રેઝ બોરિંગ ઓપરેશન, ડ્રેજિંગ અને રિક્લેમેશન તેમજ ઓપરેશન અને મેન્ટેનન્સ જેવા ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સેવાઓ પૂરી પાડે છે. કંપની પોતાની મશીનરી ભાડે પણ આપે છે.

SNVA Traveltechનો IPO પણ આવશે

ટેક્નોલોજી આધારિત ટ્રાવેલ સર્વિસ કંપની SNVA Traveltechને પણ IPO માટે સેબીની મંજૂરી મળી છે. વર્ષ 2017માં શરૂ થયેલી આ કંપની એર ટિકિટિંગ, હોટેલ બુકિંગ અને અન્ય ટ્રાવેલ સેવાઓ માટે ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ ચલાવે છે.

કંપની અમેરિકા, બ્રિટન, UAE અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ હાજરી ધરાવે છે.

Expression 360 Services Indiaને પણ મંજૂરી

Expression 360 Services Indiaને પણ IPO માટે સેબીની મંજૂરી મળી છે. કંપનીનો પ્રસ્તાવિત ઇશ્યૂ સંપૂર્ણપણે Offer for Sale એટલે કે OFS હશે, જેમાં 1.5 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થઈ શકે છે.

કંપનીએ હજુ સુધી IPOની તારીખ, પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

PlaySimple Gamesને પણ મળી મંજૂરી

સ્વીડનની Modern Times Group MTG ABની કંપની PlaySimple Gamesને પણ તેના પ્રસ્તાવિત IPO માટે સેબી તરફથી ઓબ્ઝર્વેશન મળ્યા છે. કંપની મોબાઇલ વર્ડ ગેમ્સના ક્ષેત્રમાં કાર્યરત છે અને વર્ષ 2025માં ડાઉનલોડના આધારે અનેક દેશોમાં અગ્રણી રહી હતી.

Garuda Aerospaceનો આશરે 1000 કરોડનો IPO

ડ્રોન કંપની Garuda Aerospaceને પણ IPO માટે સેબીની મંજૂરી મળી છે. કંપની દ્વારા આશરે 1000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના હોવાનું જણાવાયું છે. તેમાં 750 કરોડ રૂપિયા સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને આશરે 250 કરોડ રૂપિયાનો OFS સામેલ થઈ શકે છે.

જોકે કંપનીએ હજુ IPOની પ્રાઇસ બેન્ડ અને લોન્ચ તારીખ જાહેર કરી નથી.

Naini Papersને પણ સેબીની મંજૂરી

Naini Papersને 7 ઓગસ્ટ 2026ના રોજ પ્રસ્તાવિત IPO માટે સેબી તરફથી અંતિમ ઓબ્ઝર્વેશન મળ્યું છે. કંપનીએ એપ્રિલમાં પોતાના ડ્રાફ્ટ પેપર્સ ગુપ્ત રીતે ફાઇલ કર્યા હતા.

Rediff.com અને Jakson Green પણ લાઇનમાં

Rediff.com Indiaને પણ IPO માટે સેબીની મંજૂરી મળી છે. કંપનીએ અગાઉ ગુપ્ત માર્ગે IPO સંબંધિત ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા.

આ ઉપરાંત Jakson Greenને પણ IPO માટે મંજૂરી મળી છે. કંપની રિન્યુએબલ એનર્જી EPC સર્વિસ, સોલાર એસેટ ઓપરેશન અને મેન્ટેનન્સ, ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન અને અમોનિયા તથા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.

રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?

સેબીની મંજૂરી મળવાનો અર્થ એ નથી કે દરેક IPOમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. રોકાણ કરતા પહેલાં કંપનીના નાણાકીય પરિણામો, દેવું, આવક, નફો, IPOનો હેતુ, વેલ્યુએશન અને જોખમો અંગે માહિતી તપાસવી જરૂરી છે. IPOમાં રોકાણ બજારના જોખમને આધીન છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ફાયર NOCના નામ પર લૂંટ, ચીફ ઓફિસર વતી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Back to top button