
Gujarat News : રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જનજાગૃતિ અને પ્રવેશને પ્રોત્સાહન આપવા આજથી શાળામાં પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. આ દરમ્યાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તા. 23 થી 25 જૂન એમ ત્રિદિવસીય કાર્યક્રમમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે.
CM પટેલ વડનગરની બી.એન. હાઈસ્કૂલથી પ્રવેશોત્સવની કરાવશે શરૂઆત
આ વર્ષની શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરશે. નોંધનિય છે કે, વડાપ્રધાન નગરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ આ શાળામાંથી મેળવ્યું હતું. વડનગર ખાતે મુખ્યમંત્રી આંગણવાડીના બે બાળકો સહિત બાલવાટિકાથી ધો. 11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તો બીજી તરફ હર્ષ સંઘવી ગાંધીનગરના અડાલજ ખાતે આયોજીત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ વર્ષે રાજ્યની 38,400 શાળાઓમાં કુલ 28 લાખ 58 હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં બાલવાટિકા, ધો. 1, ધો. 9 અને ધો. 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે જે બાળકોની ઉંમર 1 જૂનના 5 વર્ષથી વધુ અને 6 વર્ષથી ઓછી હશે તેમને બાલવાટિકામાં પ્રવેશ અપાશે. જ્યારે 6થી વધુ અને 7થી ઓછી ઉંમરના બાળકોને ધો.1માં પ્રવેશ અપાશે. આ સાથે જ ધો.8 પાસ વિદ્યાર્થીઓને ધો-9માં અને ધો-10 પાસ વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ અપાશે.
અધિકારીઓ સહિત 465 મહાનુભવો સહભાગી
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, પદાધિકારીઓ, IAS, IPS, IFS અધિકારીઓ અને સચિવાલયના અધિકારીઓ સહિત કુલ 465 મહાનુભવો સહભાગી બનશે. આ દરમ્યાન દરેક મહાનુભવો દરરોજ 3 શાળાઓની મુલાકાત લેશે. અને પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં જઈ બાળકોને પ્રવેશ અપાવશે અને શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરશે. નોંધનિય છે કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ શિક્ષણ સેવા યજ્ઞે આજે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરંપરાનું સ્વરૂપ ધારણ કર્યું છે.
આ પણ વાંચો : મેસી સામે એમબાપ્પે! વર્લ્ડ કપમાં ગોલની રેસ બની રોમાંચક












