Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, પેન્ડિંગ કેસોને લઈને ફટકાર્યો 25 હજારનો દંડ

Supreme Court Slams Central Govt: સુપ્રીમ કોર્ટે બિનજરૂરી કેસો કરીને અદાલતો પર ભાર વધારવા બદલ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. એક CISF અધિકારીની બરતરફી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને પડકારતી કેન્દ્રની અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સરકાર પર ₹25,000નો દંડ પણ લગાવ્યો છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે અધિકારીને તાત્કાલિક અસરથી તમામ બાકી પગાર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

એક CISF અધિકારી પર બે મુખ્ય આરોપો હતા:

  • 11 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહેવું.
  • એક મહિલા (કોન્સ્ટેબલની પુત્રી) સાથે મળીને મુંબઈથી ભાગી જવાનું અને પોતાના નાના ભાઈ સાથે તેના લગ્ન કરાવવાનું કાવતરું ઘડીને શિસ્તભંગ કરવો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, 11 દિવસની ગેરહાજરી દરમિયાન અધિકારી માન્ય ‘મેડિકલ લીવ’ (તબીબી રજા) પર હતા. બીજા આરોપમાં જે મહિલા સાથે ભાગી જવાની વાત હતી, તેણે પોતે કોર્ટમાં હાજર રહીને નિવેદન આપ્યું હતું કે તેને અધિકારી સામે કોઈ ફરિયાદ નથી અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. હાઈકોર્ટે આ સજાને અયોગ્ય માનીને બરતરફી રદ કરી હતી, જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

જસ્ટિસ નાગરત્નાની આકરી ટિપ્પણી

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, “અમે વારંવાર સાંભળીએ છીએ કે અદાલતોમાં કેસો પેન્ડિંગ છે, પણ સવાલ એ છે કે સૌથી મોટું મુકદમાબાજ (Litigant) કોણ છે? જ્યારે હાઈકોર્ટે રાહત આપી જ દીધી છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં આવવાની શું જરૂર હતી?”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “સરકાર જ કેસો લંબાવવા માટે જવાબદાર છે. અમે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના સંમેલનમાં આપેલી ચેતવણીને ખૂબ ગંભીરતાથી લીધી છે. આ માત્ર બોલવા ખાતરની વાતો નથી, અમે ડેટા અને તૈયારીઓ સાથે વાત કરી રહ્યા છીએ.”

કોર્ટનો અંતિમ નિર્ણય

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે અને નોંધ્યું છે કે અધિકારીના ભાઈએ તે મહિલા સાથે લગ્ન કર્યા છે, જે કોઈ ગેરવર્તણૂક કે ગુનો નથી કે જેના માટે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. કોર્ટે કેન્દ્રને દંડની રકમ જમા કરાવવા અને અધિકારીને સન્માનપૂર્વક નોકરી પર પરત લેવા નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Dhurandhar 2 એ 14માં દિવસે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, ઈતિહાસમાં આવું કરનારી પહેલી ફિલ્મ બની

આ પણ વાંચોઃ Instagram લાવી રહ્યું છે પેઇડ ફીચર, હવે સ્ટોરીથી કમાણી અને કંટ્રોલ બંને મળશે

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button