Dhurandhar 2 એ 14માં દિવસે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, ઈતિહાસમાં આવું કરનારી પહેલી ફિલ્મ બની

Dhurandhar 2 Box Office: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી સ્પાય-એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. રિલીઝના માત્ર 14 દિવસમાં જ આ ફિલ્મે એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી બોલિવૂડનો કોઈ પણ સુપરસ્ટાર કરી શક્યો નથી. રણવીર સિંહની આ ફિલ્મે ભારતીય સિનેમાના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરી દીધું છે.
14 દિવસમાં ₹900 કરોડનો આંકડો પાર
‘ધુરંધર 2’ એ રિલીઝના 14મા દિવસે સત્તાવાર રીતે ₹900 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ સિદ્ધિ હાંસલ કરનારી તે પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. નોંધનીય છે કે ફિલ્મે 13મા દિવસે ₹27.75 કરોડનું કલેક્શન કર્યું હતું, જેનાથી કુલ કમાણી ₹899.92 કરોડ સુધી પહોંચી હતી. 14મા દિવસે સવારના શોમાં જ ફિલ્મે ₹900 કરોડનો આંકડો વટાવી દીધો હતો.
પોતાના જ પહેલા ભાગનો રેકોર્ડ તોડ્યો
આ સાથે ‘ધુરંધર 2’ એ તેના પહેલા ભાગ ‘ધુરંધર’ ના ₹895 કરોડના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. હવે તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. એકંદરે, ભારતીય બોક્સ ઓફિસ પર તે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે અને ટૂંક સમયમાં જ ‘બાહુબલી 2’ ના ₹1031 કરોડના રેકોર્ડને તોડીને બીજા સ્થાને પહોંચી શકે છે.
ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ફિલ્મો (નેટ કલેક્શન):
| ક્રમ | ફિલ્મનું નામ | કલેક્શન (કરોડમાં) |
| 1 | પુષ્પા 2 | ₹1265.97 |
| 2 | બાહુબલી 2 | ₹1031 |
| 3 | ધુરંધર 2 | ₹906.13 (14 દિવસ) |
| 4 | ધુરંધર | ₹894.49 |
| 5 | KGF ચેપ્ટર 2 | ₹859.7 |
| 6 | RRR | ₹772 |
| 7 | કલ્કિ 2898 AD | ₹653.21 |
| 8 | જવાન | ₹640.42 |
| 9 | સ્ત્રી 2 | ₹627.5 |
| 10 | કાંતારા ચેપ્ટર 1 | ₹622.41 |
રણવીર સિંહના પાવરપેક્ડ પરફોર્મન્સ અને આદિત્ય ધરના શાનદાર નિર્દેશનને કારણે આ ફિલ્મ હજુ પણ હાઉસફુલ જઈ રહી છે. આગામી દિવસોમાં આ ફિલ્મ ₹1000 કરોડના ક્લબમાં સામેલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર: “વચનો કાગળ પર, ગરીબો રસ્તા પર,” શું આ વખતે જરૂરિયાતમંદોને મળશે આવાસ યોજનાનો લાભ?
આ પણ વાંચોઃ વિરાટ-રોહિતની ટેસ્ટમાં વાપસી? સોશિયલ મીડિયા પર વાયરલ ન્યૂઝની જાણો હકીકત
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












