
રાજકોટમાં 200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાશે. જેમાં સરકાર પણ સહાય કરશે તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. તથા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે પાટીદારો રાજ્યની પ્રગતિ માટે પાવરહાઉસ છે.
આ પણ વાંચો: અમદાવાદ: ગાયના છાણાં અને 32 પ્રકારની જડીબુટ્ટીઓની વૈદિક હોળી, તૈયાર કિટ બજારમાં આવી
પાટીદારો રાજયની પ્રગતિનું પાવરહાઉસ
રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટની ઘોષણા એક રિસોર્ટ ખાતેથી સાંજે 7 કલાકે કરવામાં આવી હતી. આગામી જાન્યુઆરી માસની તા. 5થી 8 દરમિયાન યોજાનારા આ કાર્યક્રમની ઘોષણા કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પાટીદારો રાજયની પ્રગતિનું પાવરહાઉસ છે અને નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસને સફળ બનાવવા માટે તેઓ કાર્ય કરી રહ્યા છે અને સરકાર તેમાં તેમની સાથે છે. આ કામ સરકારનું છે પણ આ સૌ લોકો કરી રહ્યા છે તે આવકાર્ય છે. રાજકોટમાં 200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાશે.
આ પણ વાંચો: સુરતમાં પોપ્યુલર બિલ્ડરનું વધુ એક કૌભાંડ, વેવાણ સાથે રૂ.3.25 કરોડની ઠગાઈ કરી
ગુજરાત સરકાર પણ ઈઝ ડુંઈગ બિઝનેસ માટે મોખરાનું સ્થાન
સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પણ ઈઝ ડુંઈગ બિઝનેસ માટે મોખરાનું સ્થાન ધરાવે છે . ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે આગામી બજેટમાં 8,589 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર અને સમાજ મળીને સહભાગીદારીથી આગળ ધપી શકે તેનું આ ઉદાહરણ છે. પાટીદાર સમાજ સમયથી 2 ડગલા આગળ રહી વિકાસના પંથે ધપી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારમાં પડશે માવઠું
સમિટ માટે 2 કરોડથી વધુની રકમના દાન જાહેર કરાયા
આ તકે આગામી જાન્યુઆરીમાં રેસકોર્સ માટે મળી રહેલી બિઝનેસસમીટના અંતિમ દિવસે 200 કરોડના ખર્ચે 2,000 દિકરા-દીકરી ટોકન દરે રહીને શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી સંસ્થા માટે ભૂમિપૂજન કરવાનો સંકલ્પ પણ કરાયો હતો. સમિટ માટે 2 કરોડથી વધુની રકમના દાન જાહેર કરાયા હતા. જ્યારે સરદારધામ માટે પણ 3 કરોડથી વધુની રકમના દાન જાહેર થયા હતા. સરકાર પણ સહાય કરશે તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.












