IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

IPLની આ ટીમના માલિકે તિરુપતિ બાલાજી મંદિરમાં કરોડોના આભૂષણનું દાન કર્યું, કિંમત જાણી ચોંકી જશો

તિરુપતિ: એવું કહેવાય છે કે શ્રદ્ધાની કોઈ કિંમત નથી હોતી અને જ્યારે કોઈ ભક્ત પોતાના ભગવાનમાં વિશ્વાસ રાખે છે, ત્યારે તે બધું જ બલિદાન આપવા તૈયાર હોય છે. કોલકાતાના એક ભક્તે પોતાના ભગવાનને કરોડોના સોનાના દાગીના દાનમાં આપ્યા છે. મંદિર પરિસરમાં આ દાનવીર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ દાનવીર બીજું કોઈ નહીં પણ IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના માલિક સંજીવ ગોએન્કા છે. આ સિઝનમાં LSG ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ ૧૧ મેચમાંથી માત્ર ૫ મેચ જીતી શકી છે, જ્યારે ૬ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

શું છે આખો મામલો?

સંજીવ ગોયેન્કાએ શુક્રવારે ભગવાન વેંકટેશ્વર મંદિરમાં 3.63 કરોડ રૂપિયાના સોનાના દાગીનાનું દાન કર્યું. તેમણે ૩.૬૩ કરોડ રૂપિયાના ૫.૨ કિલો હીરા અને રત્ન ઝવેરાતનું દાન કર્યું છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર મંદિરની મુલાકાતના ફોટા પણ શેર કર્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભગવાન વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના તિરુમાલામાં આવેલું છે અને તેને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુના અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે અને ભારતના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વતો પર આવેલું છે.

આ પણ વાંચો: પોઝિટીવ બદલાવ: તુર્કીના સફરજનની જગ્યાએ હવે કાશ્મીરના સફરજન ખરીદવા લાગ્યા, અજમેરના વેપારીઓએ લીધો મોટો નિર્ણય

Back to top button