સૈયારા V/S કહો ના પ્યાર હૈ: અમીષા પટેલે કહ્યું, સફરજન અને નારંગીની તુલના ન થઈ શકે!

- અમીષાએ કહ્યું કે કહો ના પ્યાર હૈ એક હેપ્પી અને રોમેન્ટિક ફિલ્મ હતી, જેમાં સંગીત, કોમેડી અને ડબલ રોલ જેવા મનોરંજનના બધા પાસા હતા
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈયારા’ અને તેની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે બંને ફિલ્મોની તુલના કરવી યોગ્ય નથી કારણ કે બંને અલગ ઝોનર અને અલગ સમયની વાર્તાઓ છે.
તાજેતરમાં એક મીડિયા સંસ્થા સાથે વાત કરતી વખતે, અમીષાએ કહ્યું કે કહો ના પ્યાર હૈ એક હેપ્પી અને રોમેન્ટિક ફિલ્મ હતી, જેમાં સંગીત, કોમેડી અને ડબલ રોલ જેવા મનોરંજનના બધા પાસા હતા. તે કોઈપણ રીતે દુઃખી ફિલ્મ નહોતી. બીજી બાજુ ‘સૈયારા’ એક ઈન્ટેન્સ રોમેન્ટિક ડ્રામા છે, તેથી સફરજન અને નારંગીની તુલના ન કરી શકાય.
તેમણે વધુમાં ઉમેર્યું કે બોલિવૂડમાં નવા ચહેરાઓ હોવા ખૂબ જ મહત્ત્વના છે અને સૈયારા યોગ્ય સમયે આવી છે, જેનાથી જનરેશન Z ને નવા સ્ટાર્સ સાથે જોડાવાની તક મળી છે.
‘કહો ના પ્યાર હૈ’ વિશે
રાકેશ રોશન દ્વારા દિગ્દર્શિત ‘કહો ના પ્યાર હૈ’ વર્ષ 2000 માં રિતિક રોશન અને અમીષા પટેલની પહેલી ફિલ્મ હતી. તેના ગીતો અને હૂક સ્ટેપ્સ હજુ પણ લોકપ્રિય છે. આ ફિલ્મે તે સમયે વિશ્વભરમાં લગભગ ₹ 79 કરોડની વર્લ્ડવાઈડ કમાણી કરી હતી અને તેને બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી હતી.
‘સૈયારા’ વિશે
બીજી તરફ મોહિત સૂરી દિગ્દર્શિત ‘સૈયારા’ (2025) માં અહાન પાંડે અને અનિત પડ્ડાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને તેણે ફક્ત ભારતમાં ₹329 કરોડથી વધુની કમાણી કરી છે. તેનું વર્લ્ડ વાઈડ કલેક્શન ₹569 કરોડ સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચોઃ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2025નું ખિતાબ જીતનાર રૂશ સિંધુનું નાગપુરમાં ભવ્ય સ્વાગત












