ટ્રેન્ડિંગવર્લ્ડ

ભારત પર દબાણ કરી રહ્યા છે અમેરિકા અને QUAD દેશ, રશિયાએ કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, 30 મે, 2025: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે QUAD (Quadrilateral Security Dialogue)ને લઈને મોટો દાવો કર્યો છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે ક્વોડના સભ્યો દેશો સામેલ છે. તેમણે શુક્રવારે (30 મે) કહ્યું કે, ભારત ફક્ત વેપારના હેતુથી ક્વોડ ગઠબંધનમાં સામેલ થયું હતું જોકે, સમૂહના દેશ પહેલાથી જ નૌસૈનિક અને અન્ય સૈન્ય અભ્યાસ આયોજિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે ક્વોડના સભ્ય દેશ અને અમેરિકા ભારત પર સૈન્ય ગઠબંધનમાં સામેલ થવા માટે દબાણ કરી રહ્યા છે. જોકે, ભારત તરફથી સર્ગેઈ લાવરોવના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

ભારત પર દબાણ કરે છે અમેરિકા અને સ્ક્વોડ

રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘અમે તે સમયે અમારા ભારતીય મિત્રો સાથે વાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે, ક્વોડમાં સામેલ થવામાં તમનો રસ ફક્ત આર્થિક પ્રકૃતિના વેપાર અને અન્ય શાંતિપૂર્ણ વિસ્તારમાં સહયોગ માટે છે. જોકે, ક્વોડના અન્ય દેશ પહેલાથી જ નૌકાદળ અભ્યાસ અને સૈન્ય અભ્યાસ આયોજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ક્વોડનો ભાગ નથી. તેમની આ ગતિવિધિ સમૂહને લશ્કરી બનાવવાનો તેમનો એજન્ડા છે. અને તે આ અભ્યાસમાં તમામ ચાર દેશોને સામેલ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, મને વિશ્વાસ છે કે, અમારા ભારતીય મિત્ર આ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિને સ્પષ્ટરૂપે જોઈ શકે છે.’

રશિયા-ભારત અને ચીને ફરી એક થવું જોઈએ

લાવરોવે રશિયામાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, ‘રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય મિકેનિઝમ ફરી શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. હવે, જેમ હું સમજું છું, ભારત અને ચીન વચ્ચે સરહદ પર પરિસ્થિતિને કેવી રીતે શાંત કરવી તે અંગે સમજૂતી થઈ છે, મને લાગે છે કે આ RIC ત્રિપુટીને ફરી શરૂ કરવાનો સમય આવી ગયો છે.’

શું છે RIC ફોર્મેટ?

લાવરોવે RIC ફોર્મેટનું વર્ણન કર્યું, જે મૂળ રૂપે ભૂતપૂર્વ રશિયન વડા પ્રધાન યેવગેની પ્રીમાકોવની પહેલ પર સ્થાપિત થયું હતું, જે અગાઉ વિદેશ મંત્રીઓના સ્તરે અને આર્થિક, વેપાર અને નાણાકીય ક્ષેત્રોમાં 20 થી વધુ વખત આયોજિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ‘અમેરિકા સાથે ડીલ કરો નહીંતર ઈઝરાયલ સાથે યુદ્ધ…’ ઈરાનને સાઉદી અરેબિયાની ચેતવણી

આ પણ વાંચોઃ શું ચીને UNનો વિકલ્પ તૈયાર કર્યો છે? આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ માટે એક નવું પ્લેટફોર્મ બનાવ્યું

Back to top button