ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મ્યુઝિક લવર્સ માટે ગુડ ન્યૂઝ, રોડોલ્ફ મનૌકિયનું આજે અમદાવાદમાં લાઇવ પર્ફોર્મન્સ

Rodolphe Manoukian: અમદાવાદમાં આજે રાત્રે મ્યુઝિક લવર્સ માટે ખાસ ધમાકેદાર ઇવેન્ટ યોજાવાની છે. વિશ્વવિખ્યાત લેબેનીઝ-આર્મેનિયન દરબુકા (ગોબલેટ ડ્રમ)આર્ટિસ્ટ રોડોલ્ફ મનૌકિયન શહેરમાં લાઇવ પર્ફોર્મન્સ આપવા આવી રહ્યા છે. આ હાઈ-એનર્જી શો Komo by Kaffa ખાતે યોજાશે, જ્યાં તમને પ્રીમિયમ નાઇટલાઇફ અને લાઇવ મ્યુઝિકનો અનોખો અનુભવ મળશે.

કોણ છે રોડોલ્ફ મનૌકિયન?

રોડોલ્ફ મનૌકિયન લેબેનીઝ-આર્મેનિયન મૂળના વિશ્વવિખ્યાત પર્ક્યુશનિસ્ટ અને દરબુકા વાદક છે. તેઓ પરંપરાગત મધ્ય પૂર્વીય દરબુકા અને તબલાના તાલને આધુનિક ઇલેક્ટ્રોનિક, આફ્રો, ટ્રાઇબલ અને વૈશ્વિક સાઉન્ડ્સ સાથે મિશ્રિત કરીને અનોખું ફ્યુઝન મ્યુઝિક રજૂ કરે છે. બેરુતમાં 1994માં જન્મેલા રોડોલ્ફે બાળપણથી જ સંગીતની તાલીમ લીધી છે અને તેમના લાઇવ પર્ફોર્મન્સને કારણે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે.

અમદાવાદમાં આ તેમની રિટર્ન પર્ફોર્મન્સ છે. પહેલી વખતના અત્યંત સફળ શો પછી આ વખતે વધુ મોટા સ્કેલ અને વધુ ઉર્જાસભર આયોજન સાથે તેઓ શહેરના મ્યુઝિક પ્રેમીઓને અવિસ્મરણીય અનુભવ આપવા આવી રહ્યા છે.

ઇવેન્ટની વિગતો

સ્થળ: Komo by Kaffa, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ
તારીખ: 24 એપ્રિલ 2026 (શુક્રવાર)
સમય: સાંજે 8 વાગ્યાથી
ઉમર મર્યાદા: 16 વર્ષથી વધુ

આ ઇવેન્ટમાં કોન્સર્ટ અને ક્લબ નાઇટ બંનેની મજા મળશે. રોડોલ્ફના લાઇવ દરબુકા પર્ફોર્મન્સ સાથે જોરદાર મ્યુઝિક વાગશે. સાથે DJ, VIP લાઉન્જ અને સારો માહોલ રહેશે, જ્યાં તમે આખી રાત મજા કરી શકશો.

ટિકિટની માહિતી

ટિકિટ BookMyShow પર ઉપલબ્ધ છે અથવા સંપર્ક નંબર દ્વારા બુક કરી શકાય છે. ટિકિટ મર્યાદિત હોવાથી વહેલી તકે બુકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.

જો તમારે લાઇવ મ્યુઝિક, નાઇટલાઇફ અને એનર્જેટિક પાર્ટીનો અનુભવ કરવો હોય, તો અમદાવાદમાં યોજાતી આ ઇવેન્ટ ચૂકી ના જતા.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્ર સાથે ગ્રામજનોનો તંત્ર સામે ઉગ્ર વિરોધ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

Back to top button