
અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે પ્રતિક્રિયા આપી હતા. તેમણે જણાવ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમા લઈ શકાતો નથી. તેમજ મોહનથાળ પ્રસાદને લાંબો સમય સાચવીને પણ રાખી શકાતો નથી.

અંબાજીમાં ચિક્કીનો પ્રસાદ જ ચાલુ રહેશે
અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે નવ દિવસ વીતી ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો નથી. મોહનથાળ પ્રસાદને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે સરકારે આખરે અંબાજીમાં પ્રસાદનો નિર્ણય કરી દીધો છે. જેમાં સરકારે અંબાજીમાં પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે.

મંત્રીએ જણાવ્યા આ કારણ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહીતી આપતા જણાવ્યું હતુ કે અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. અને કોરોના મહામારી દરમિયાન કરોડો લોકોએ ઓનલાઈન અંબાજીના દર્શન કર્યા હતા. અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવ્યો હતો. તેમજ મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં લઈ શકાતો નથી તેમજ મોહનથાળનો પ્રસાદ લાંબો સમય ટકતો પણ નથી. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. તે પ્રમાણે અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.
આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ ! શંકરસિંહ વાઘેલા સાથે અખિલેશ યાદવે કરી ગુપ્ત બેઠક












