અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

લાલચ બુરી બલા હૈઃ 70 ટકા નફાની લાલચે નિવૃત્ત સરકારી કર્મચારીએ 25 લાખ ગુમાવ્યા

Text To Speech

અમદાવાદ, 17 મે 2024, શહેરમાં નિવૃત્ત જીવન ગુજરતા લોકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. તાજેતરમાં જ એક નિવૃત્ત સીએને શેરબજારમાં રોકાણ કરાવી 1.97 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. હવે મુંબઈમાં રહેતા પતિ પત્નીએ અમદાવાદ શહેરમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીને 25 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

નફો મળશે તેમાંથી 70% નફો રોકાણ કરનારને તથા 30% નફો કંપનીનો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શોભનાબેન મહેતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,અમે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયાં છીએ. અમારા મિત્ર વર્તુળમાંથી માહિતી મળેલ કે DIFM નામની એપ્લીકેશનમાં રોકાણ કરવાથી સારૂ એવુ વળતર મળે છે. જેથી DIFM એપ ડાઉનલોડ કરતા અમારા ઈ-મેઇલ આઇ.ડી. ઉપર Bliss Consultants કંપની તરફથી વેલકમ મેસેજ આવ્યો હતો.કંપનીના ઓનર તરીકે આશિષ શૈલેષભાઈ મહેતા તથા શિવાંગી આશિષ મહેતા ધ્વારા અમને મોકલેલ ડોક્યુમેન્ટમાં રોકાણની શરતો જણાવી હતી.આ કંપનીમાં પૈસાનુ રોકાણ કરવાથી રોકાણનો જે નફો મળશે તેમાંથી 70% નફો રોકાણ કરનારને તથા 30% નફો કંપનીનો રહેશે. જેથી મે રોકાણ કરવાની ઇચ્છા દર્શાવેલ અને જાન્યુઆરી 2022થી જુન 2023 સુધી મે રોકાણ કર્યું હતું.

ટુકડે ટુકડે 25 લાખ રૂપિયા આ કંપનીમાં જમા કરાવ્યા
જેમાં કંપનીના નિયમો મુજબ કુલ ટુકડે ટુકડે 25 લાખ રૂપિયા આ કંપનીમાં જમા કરાવ્યા હતાં. જેની રિસીપ્ટ હુ મોબાઈલમાંથી ડાઉનલોડ કરતી હતી અને કંપની તરફથી મને વળતર મળવાનુ હોય તે મારા ખાતામાં કંપની મોકલતી હતી. મારે પૈસાની જરૂરિયાત પડતા અમોએ આ કંપનીમાં રોકાણ કરેલ પૈસા વિડ્રો કરવા Bliss Consultants કંપનીને મેઇલ મોકલી આપેલ અને કંપનીના ઓનર શિવાંગી મહેતાએ તે જ દિવસે વોટ્સએપથી જાણ કરેલી. તેઓએ 26 જુલાઈ 2023ના રોજ કંપની તરફથી તમારી વિનંતી પ્રોસેસમાં છે અને ચોવીસ કલાકમાં મળી જશે તેવો મેઇલ મારફતે જવાબ મળ્યો હતો. બે દિવસમાં મારા બેંક એકાઉન્ટમાં પૈસા ના આવતા મેં અવાર નવાર મોબાઇલ ફોન કરતા ફોન બંધ જણાયેલ અને તપાસ કરતા ન્યુઝ પેપર ધ્વારા જાણવા મળેલ કે કંપની ઉઠી ગયેલ છે અને ફ્રોડ કરેલ છે. પોલીસે તેમની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃવડોદરામાં સાયબર ક્રાઈમે શેરબજારમાં રોકાણ કરાવી ઠગતી ગેંગના 17 આરોપીઓ પકડ્યા

Back to top button