કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ
વરસાદમાં બિસમાર બનેલા રાજકોટના રસ્તાઓની સુધારણા કામગીરી ચાલુ

રાજકોટ, 08 જુલાઇ 2025: Road Repairing રાજકોટમાં વરસાદના પગલે વિવિધ વિસ્તારમાં પડી ગયેલા ખાડા તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગનું રીપેરીંગ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે.
વિદ્યાનગર મેઇન રોડ સહિતના ભાગોમાં રિપેરિંગ
રાજકોટમાં વિદ્યાનગર મેઈન રોડ તેમજ જયુબિલી ચોક જવાહર રોડ પર વરસાદને પગલે પડી ગયેલા ખાડામાં મેટલ નાખીને આર.એમ.સી.ની ટીમ દ્વારા રોડને સમતલ કરી દેવામાં આવ્યો હતો.
અધિકારીઓની હાજરી વચ્ચે કામગીરી
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સુચના મુજબ અધિકારીઓની ટીમ હાજર રહીને ખાડાઓ તેમજ રોડ રીપેરિંગની કામગીરી પર સતત નજર રાખી રહી છે.
આ પણ વાંચો:એર ઈન્ડિયા પ્લેન ક્રેશઃ પ્રારંભિક તપાસ અહેવાલ ઉડ્ડનય મંત્રાલયને સુપરત
આ પણ વાંચો:બર્ડ હીટ તો જવા દો, હવે મધમાખીઓ પણ વિમાન સેવા ખોરવી નાખે છે! જાણો શું થયું સુરત એરપોર્ટ પર?












