ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીને મોટી રાહત: બેવડી નાગરિકતા કેસમાં FIR ના આદેશ પર અલ્હાબાદ હાઈકોર્ટની રોક

Relief for Rahul Gandhi: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામેના કથિત બેવડી નાગરિકતા મામલે હાલમાં કોઈ FIR નોંધવામાં આવશે નહીં. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે પોતાના જ અગાઉના આદેશ પર સ્ટે (રોક) લગાવી દીધો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે સામા પક્ષને નોટિસ આપ્યા વિના એફઆઈઆરનો આદેશ આપવો ઉચિત નથી.

શું છે સમગ્ર વિવાદ?

કર્ણાટકના ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા રાહુલ ગાંધી સામે બ્રિટિશ નાગરિકતા ધરાવતા હોવાના આક્ષેપ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે ભારતીય ન્યાય સંહિતા, સત્તાવાર ગુપ્ત અધિનિયમ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો કર્યા છે. અગાઉ ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ લખનઉની વિશેષ એમપી-એમએલએ કોર્ટે આ મામલે એફઆઈઆર નોંધવાની અરજી ફગાવી દીધી હતી.

કોર્ટના આદેશમાં કેમ આવ્યો વળાંક?

શુક્રવારે હાઈકોર્ટે ઓપન કોર્ટમાં એફઆઈઆર નોંધવાનો અને રાજ્ય સરકાર અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલા નવા આદેશમાં આ નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે. કોર્ટે હવે વિરોધ પક્ષને નોટિસ જારી કરવાની વાત કરી છે અને આ કેસની આગામી સુનાવણી ૨૦ એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે.

કેસનો ટાઈમલાઈન

* 17 ડિસેમ્બર, 2025: હાઈકોર્ટે આ કેસને રાયબરેલીથી લખનઉ ટ્રાન્સફર કર્યો હતો.
* 28 જાન્યુઆરી, 2026: લખનઉની એમપી-એમએલએ કોર્ટે એફઆઈઆરની અરજી ફગાવી.
* એપ્રિલ 2026: હાઈકોર્ટે અગાઉના આદેશ પર રોક લગાવી ૨૦ એપ્રિલે સુનાવણી મુકરર કરી.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં પેરાશૂટ ટ્રેનિંગ દરમિયાન અકસ્માત, 50 ફૂટ ઉપરથી પડ્યા બે જવાન

આ પણ વાંચોઃ ‘એક કલાકમાં 7 દાવા, બધા ખોટા…’ ટ્રમ્પના હોર્મુઝ નાકાબંધી નિવેદન પર ઈરાનનો પલટવાર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button