ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કચ્છની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ, કોંગ્રેસનો પ્લાન તૈયાર

કચ્છની અબડાસા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. અગાઉ અબડાસા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. ગત વિધાનભસાની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી પ્રદ્યુમન સિંહ જાડેજા જંગી લીડ સાથે જીત થઈ હતી. તેમાં ભાજપ ફરીવાર બેઠક જાળવી રાખવા માટે પ્રધુમન સિંહ જાડેજાને ટિકિટ આપી છે. કોંગ્રેસે લધુમતી ઉમેદવારને ટિકિટ આપી છે. અબડાસા બેઠક જીતવા માટે કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. હાલ ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારો રેલી, સભા, ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને રિજવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસને હારથી નહિ પણ આ ઉમેદવારોનો લાગી રહ્યો છે “ડર”

જ્યારે ત્રણ વખત ભાજપ જીત મેળવી

અબડાસા બેઠકના રાજકીય સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર મુસ્લિમ, દલિત, ક્ષત્રિય અને પાટીદાર મતદારોનુ પ્રભુત્વ છે. જેમાં સૌથી વધુ 70,000 મતદારો મુસ્લિમ છે. પટેલ સમાજના 30498 અને દલિત સમાજના 28896 જ્યારે ક્ષત્રિય મતદારો 33051 મતદારો છે. 1962થી અત્યાર સુધી યોજાયેલી 14 ચૂંટણીમાં 10 વખત કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે ત્રણ વખત ભાજપ જીત મેળવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા પ્રદ્યુમન સિંહ જાડેજા જીત થઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા PM મોદીની હત્યાની સોપારી અપાઇ

પ્રદ્યુમન સિંહ જાડેજાએ વિકાસ કામોના નામે મત માંગ્યા

ભાજપે ફરીવાર પ્રદ્યુમન સિંહ જાડેજા તક આપી છે. જેમાં કોંગ્રેસ પોતાના લધુમતી ઉમેદવારને ટિકિટ આપી છે. પ્રદ્યુમન સિંહ જાડેજા વિકાસ કામોના નામે મતો માંગી રહ્યા છે. અબડાસા મત વિસ્તારમાં તેમણે કરેલ કામો આધારે મત માંગી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સમસ્યા, મોંધવારી જેવા મુદ્દા લઈને પ્રજા વચ્ચે જઈ રહ્યા છે.

aap, bjp and cong

આ પણ વાંચો: કુતુબુદ્દીન-અશોક પરમાર: જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે

કોંગ્રેસ ઉમેદવારના જીત માટેના દાવા

હાલ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારના જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ આમ પાર્ટી અને અપક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેના કારણે અપક્ષ ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસ બાજી બગાડી શકે છે. ભાજપ અબડાસા બેઠક જાળવી રાખવા માટે મહેનત કરી રહી છે. જ્યારે કોંગ્રેસ બેઠક કબજે કરવા માટે રણનીતિ સાથે પ્રચાર કરી રહી છે.

Back to top button