ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

RBIની નવી નીતિઃ EMI ચૂકી જવા પર સ્માર્ટફોન અને લેપ્ટોપ થઇ શકે છે લોક!

નવી દિલ્હી, 6 ઓક્ટોબર, 2025: શું તમે જાણો છો જો તમે પોતાના EMI સમયસર નહી ચૂકવો તો બેન્ક તમારા સ્માર્ટફોન, લેપ્ટોપ કે અન્ય ડિવાઇસને રિમોટલી લોક કર શકે છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં આ જણાવ્યું હતુ કે આ બાબતે કન્ઝ્યુમર અને ધિરાણકર્તા સાથે વાતચીત ચાલી રહી છે. RBI પોતાના ફેર પ્રેક્ટિસ કૉડને અપડેટ કરવાનો વિચારી રહી છે, જેથી બન્ને પક્ષોના અધિકાર સુરક્ષિત રહે. આ નવી પ્રક્રિયા હેઠળ EMI પર ખરીદવામાં આવેલા ડિવાઇસમાં પહેલેથી એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કવામાં આવશે, જો ગ્રાહક EMI નથી ચૂકવતો તો તે ડિવાઇસ રિમોટલી લોક થઇ જશે.

જોકે, આ પ્રક્રિયા ડેટા ગોપનીયતા અને સુરક્ષા અંગે પણ ચિંતાઓ ઉભી કરે છે. તેથી, ગ્રાહકની સંમતિ મેળવવામાં આવે અને તેમનો વ્યક્તિગત ડેટા સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. વધુમાં, કાર અને બાઇક જેવા મોટા પાયે ઉત્પાદનોને લોક કરવા માટે નિયમો જરૂરી રહેશે.

આ પગલાં શા માટે જરૂરી હતા

તાજેતરના વર્ષોમાં, ભારતમાં નાની ગ્રાહક લોન, ખાસ કરીને રૂ.1 લાખથી ઓછી લોન, ઝડપથી વધી છે. 2024ના હોમ ક્રેડિટ ફાઇનાન્સ રિપોર્ટ મુજબ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓના EMI વેચાણમાં વધારો ડિફોલ્ટમાં વધારો સાથે થયો છે. પરિણામે, RBI ધિરાણકર્તાઓને નુકસાનથી બચાવવા અને તેઓ ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને વિશ્વાસપૂર્વક ધિરાણ આપી શકે તે માટે આ નીતિ રજૂ કરવા માંગે છે.

ફોન લોક સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?

આ સિસ્ટમ હેઠળ, ગ્રાહકો પાસેથી લોન માટે અરજી કરતી વખતે પૂર્વ સંમતિ માંગવામાં આવશે. જો EMI ચૂકવવામાં ન આવે, તો ફાઇનાન્સ કંપની ફોનને દૂરથી નિષ્ક્રિય કરી શકશે. જો કે, આ ટેકનોલોજી ફોનને લોક કરવા સુધી મર્યાદિત રહેશે. ધિરાણકર્તાઓ કોઈપણ સંજોગોમાં ગ્રાહકના વ્યક્તિગત ડેટા અથવા ગોપનીયતાને ઍક્સેસ કરી શકશે નહીં. આ વપરાશકર્તા ડેટાની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરશે.

RBIએ પહેલા એપ્લિકેશન પર પ્રતિબંધ કેમ મૂક્યો?

2024ની શરૂઆતમાં, RBI એ કેટલીક લોન કંપનીઓને ગ્રાહકોના ફોન ડેટાનો દુરુપયોગ કરી રહી હોવાની અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ આવી એપ્લિકેશનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નવી નીતિ હવે આ ખામીઓને દૂર કરવા માટે બનાવવામાં આવી છે જેથી સિસ્ટમ સુરક્ષિત અને પારદર્શક રીતે લાગુ કરી શકાય.

આ દરખાસ્ત હાલમાં ચર્ચા હેઠળ છે, અને RBI કાનૂની, તકનીકી અને નૈતિક પાસાઓની સંપૂર્ણ સમીક્ષા કરી રહી છે. એવી અપેક્ષા છે કે થોડા મહિનામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, અને નવો નિયમ લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Back to top button