ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભક્તિના મહાકુંભ વચ્ચે ‘108’ બની દેવદૂત: રથયાત્રામાં કટોકટીની પળોમાં 41 શ્રદ્ધાળુઓને આપ્યું નવજીવન

અમદાવાદમાં અષાઢી દૂજના પાવન પર્વે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. આ આસ્થાના મહાકુંભમાં લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. ભક્તોના આ અફાટ જનમેદની વચ્ચે તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યની રક્ષા માટે ‘108’ ઈમરજન્સી વિભાગની ટીમો સતત સજ્જ અને કાર્યરત રહી હતી. રથયાત્રા દરમિયાન સાંજ 6 વાગ્યા સુધીમાં કુલ 41 જેટલા ઇમરજન્સી કેસો નોંધાયા હતા, જેમાં 108ની ટીમોએ સ્થળ પર જ પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી.

ગરમી અને ભીડના કારણે સૌથી વધુ ચક્કર આવવાના કેસો નોંધાયા, ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ભારે ભીડ અને અસહ્ય ગરમીના લીધે સૌથી વધુ 15 લોકોને ચક્કર (Fainting) આવવાની સમસ્યા સર્જાઈ હતી.

ટોકટીની પળોમાં ૧108નો ત્વરિત પ્રતિસાદ
રથયાત્રા દરમિયાન બપોરે 2:26 કલાકે એક ભક્ત અચાનક નીચે પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ૧૦૮ની ટીમે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના દર્દી પાસે પહોંચી તેમને યોગ્ય પોઝિશન આપી, આશ્વાસન આપ્યું અને વાઈટલ મોનિટરિંગ કરી ઘાની યોગ્ય સારવાર (Wound Care) આપી હતી. ત્યારબાદ દર્દીને વધુ સારવાર અર્થે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તેવી જ રીતે, ભારે ભીડમાં ચક્કર ખાઈને બેભાન થઈ ગયેલા અન્ય એક ભક્તને તબીબી સ્ટાફે વાઈટલ મોનિટરિંગ કરી જરૂરી પ્રાથમિક સારવાર આપી શારદાબેન હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

મોસાળ સરસપુરમાં પણ સેવાનો પ્રવાહ સતત વહ્યો
ભગવાનના મોસાળ ગણાતા સરસપુર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન એક ૪૦ વર્ષીય પુરુષ અચાનક ચક્કર આવવાના કારણે જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાં તૈનાત ઈમરજન્સી ટીમે તુરંત દોડી જઈ દર્દીને ઓ.આર.એસ. (ORS) આપી તેમની શારીરિક સ્થિતિ સ્થિર કરી હતી અને વધુ સારવાર માટે તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ શિફ્ટ કર્યા હતા.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

લાખોની જનમેદની વચ્ચે અત્યંત ચુસ્ત અને ગીચ વાતાવરણ હોવા છતાં, ૧૦૮ સેવાના વીર જવાનોએ અદ્ભુત સમયસૂચકતા અને ફરજપરસ્તી દાખવીને ભક્તોને ક્વિક મેડિકલ રિસ્પોન્સ પૂરો પાડ્યો હતો, જેની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

 

 

આ પણ વાંચો :અવકાશમાં વૃદ્ધત્વનું રહસ્ય ઉકેલવા ભારતના પુત્ર અનિલ મેનન તૈયાર

Back to top button