15 ઓગસ્ટટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષસંવાદનો હેલ્લારો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ન્યૂયોર્કમાં 43મી ઈન્ડિયા ડે પરેડનું નેતૃત્વ કરશે

ન્યૂયોર્ક, 12 ઓગસ્ટ, 2025: Rashmika Mandanna and Vijay Deverakonda ભારતીય ફિલ્મ ઉદ્યોગના બે ટોચના સ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ન્યૂયોર્કમાં આગામી ઈન્ડિયા ડે પરેડનું નેતૃત્વ કરશે. ભારતના સ્વતંત્રતા દિવસને અનુલક્ષીને અમેરિકાના મુખ્ય શહેર ન્યૂયોર્કમાં પ્રતિવર્ષ ઈન્ડિયા ડે પરેડનું આયોજન થાય છે. 43rd India Day Parade in New York આ પરંપરા 43 વર્ષથી ચાલુ છે અને દર વર્ષે 15 ઓગસ્ટની આસપાસના રવિવારે આ પરેડ યોજાય છે જેમાં મુખ્યત્વે ભારતીય ફિલ્મ ક્ષેત્રના અગ્રણીઓ પરેડનું નેતૃત્વ કરતા હોય છે. આ વર્ષે આ પરેડ 17 ઓગસ્ટને રવિવારે મેડિસન એવન્યુ ખાતે યોજાશે.

ઈન્ડિયા ડે પરેડ ન્યૂયોર્ક
ઈન્ડિયા ડે પરેડ ન્યૂયોર્ક

આ વર્ષની ઈન્ડિયા ડે પરેડની થીમ “સર્વે ભવન્તુ સુખીનઃ” રાખવામાં આવી છે. આ અંગે FIA (ફેડરેશન ઑફ ઈન્ડિયન એસોસિયેશન્સ)ના પ્રમુખ સુરિન પરીખે જણાવ્યું કે, “આ પરેડ કોઈ અનૌપચારિક દેખાવ માટે નથી હોતી પરંતુ તે ગૌરવની પરેડ હોય છે. તેના દ્વારા સર્વના સમાવેશનો સંદેશો આપવામાં આવે છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ પરેડ દ્વારા સામુદાયિક ગૌરવની રજૂઆત કરવામાં આવે છે અને તેમાં કોઈ વ્યવસાયિક અભિગમ હોતો નથી.

આ ફેડરેશનમાં અમેરિકાસ્થિતિ વિવિધ સંગઠનોનો સમાવેશ થાય છે. તેમની વાર્ષિક બેઠકમાં આગામી 43મી પરેડ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક ન્યૂયોર્કમાં કોન્સ્યુલેટ જનરલ ખાતે યોજાઈ હતી.

ભારતીય રાજદૂત બિનય એસ. પ્રધાને ફેડરેશન દ્વારા ચાર દાયકાથી કરવામાં આવી રહેલા આ દિશાના પ્રયાસોની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું, લગભગ અડધી સદીથી ફેડરેશન ઑફ ઈન્ડિયન એસોસિયેશન્સ અમેરિકામાં ભારતની છબિ સુધારવામાં મુખ્ય પરિબળ બની રહ્યું છે. 1981ના માર્ચમાં શરૂ કરવામાં આવેલી એક સાધારણ પરેડથી આજે આટલા દાયકા પછી આધુનિક બની છે અને ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી પરેડ બની રહી છે.

BSF એ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં 10 કિ.મી. સાઇકલ રેલી યોજીને ધ્વજ લગાવવા કર્યું આહ્વાન

ફેડરેશનની સ્થાપના 1970માં થઈ હતી. એક સ્વૈચ્છિક સંગઠન તરીકે સ્થપાયેલા આ સંગઠનનો હેતુ ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ઉપરાંત ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે.

પરેડના ભાગરૂપે 15 ઓગસ્ટે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે 16 ઓગસ્ટે ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતીય ધ્વજારોહણ થશે અને આ પ્રસંગે સૌપ્રથમ વખત ક્રિકેટ મેચનું પણ આયોજન થયું છે.

ત્યારબાદ રવિવારે 17 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે મેડિસન એવન્યુ ખાતેથી ઈન્ડિયા ડે પરેડનો પ્રારંભ થશે. આ પરેડ દરમિયાન મેનહટનના આકાશમાં ઈસ્કોન એનવાયસી રથયાત્રા પ્રદર્શિત કરવામાં આવશે. દિવસને અંતે સિપ્રીની વૉલસ્ટ્રીટ ખાતે ઈન્ડિપેન્ડન્સ ગ્રાન્ડ ગાલા યોજાશે.

આ ભવ્ય પરેડ સંદર્ભે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ હિન્દી, તેલુગુ, તમિળ, કન્નડ, મલ્યાલમ તેમજ અંગ્રેજી – એમ છ ભાષામાં એક વીડિયો સંદેશ પણ જારી કર્યો છે.

આધાર ઓળખનું પ્રમાણપત્ર નથી; SIR પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ચૂંટણી પંચના વલણને સાચું ઠેરવ્યું

Back to top button