ગુજરાત

અમદાવાદમાં IBમાં ફરજ બજાવતી મહિલા સાથે દુષ્કર્મ : પતિ વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

  • મહિલાને હીટર વડે ડામ આપ્યાનો આક્ષેપ
  • મહિલાના પતિએ લગ્ન પહેલા શારિરીક સંબંધ બાંધ્યા
  • સગાઈ તોડી દેવાની ધમકી આપી આચર્યુ દુષ્કર્મ

અમદાવાદમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં ફરજ બજાવતી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાએ પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાં મહિલાના પતિએ લગ્ન પહેલા શારિરીક સંબંધ બાંધ્યા હતા.

સગાઈ તોડી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ

ઉલ્લેખનીય છે કે સગાઈ તોડી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ લગ્ન બાદ પતિએ દહેજની માગ કરી હતી. તથા શારીરીક અને માનસિક ત્રાસ આપી દહેજની માગ કરી હીટર વડે ડામ આપ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. જેમાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીના મેડિકલ રિપોર્ટ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

યુવતીના ડિસેમ્બર 2022માં લગ્ન થયા હતા

મૂળ રાજસ્થાનના નંદલાલ મીણા સાથે યુવતીના ડિસેમ્બર 2022માં લગ્ન થયા હતા. લગ્ન કર્યા બાદ પતિ નંદલાલ પત્ની સાથે બીભત્સ માંગણી કરી દહેજ માગણી કરતો હતો. નંદલાલ મીણા રેલવેમાં કલાસ વન અધિકારી તરીકે ફરજા બજાવે છે. શરીર સંબંધ બાંધવાની ના પાડતા સગાઈ તોડી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની પતિ ધમકી આપતો હતો. બોડકદેવ ખાતેના સરકારી ક્વાટર્સમાં લગ્ન પહેલા સગાઈ સમયે શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિયાળા સમયે રૂમમાં રહેલ હિટરથી પતિ પત્નીને હિટર પાસે હાથ અડાવી ડામ દેતો હતો.

Back to top button