રામનવમી પહેલા રામલલાને સૂર્યતિલકનું થયું ટ્રાયલ, જાણો વિગતવાર

અયોધ્યા, તા. 5 એપ્રિલ, 2025: દેશભરમાં રવિવાર, તા. 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં સતત બીજા વર્ષે નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાને સૂર્યતિલક કરવામાં આવશે. આ માટે, IIT રૂરકી, ચેન્નાઈ વગેરેના વૈજ્ઞાનિકોએ વિવિધ સંસ્થાઓના નિષ્ણાતો સાથે મળીને શનિવારે સૂર્યતિલકનું ટ્રાયલ કર્યું હતું. બરાબર બપોરે 12 વાગ્યે શરૂ થયેલી આ ટ્રાયલ 90 સેકન્ડ સુધી ચાલી હતી.
મંદિર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા લગભગ 8 મિનિટ સુધી ચાલુ રહી હતી. આ માટે ગર્ભગૃહમાં પડદો 3 મિનિટ સુધી બંધ રહ્યો હતો. આ પ્રસંગે ગર્ભગૃહમાં બે જાડા પડદા લગાવવામાં આવ્યા હતા. આ પછી, IIT રૂરકી, IIT ચેન્નાઈ અને દેશની અન્ય પ્રખ્યાત સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ ટ્રાયલ શરૂ કરી હતી. અગાઉ, આ વૈજ્ઞાનિકોએ શુક્રવારે મધ્યરાત્રિએ લેસર બીમનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ કર્યું હતું. તેમાં લાલ રંગની લેસર લાઈટ નાખવામાં આવી હતી. જ્યારે આ પ્રકાશ રામલલાના મુખવટા પર પડ્યો ત્યારે તેની સુંદરતા જોવા લાયક હતી.
આગામી 20 વર્ષ સુધી દર રામ નવમીએ આનું આયોજન કરવામાં આવશે
તાજેતરમાં શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આગામી 20 વર્ષ સુધી, દરેક રામ નવમી પર, સૂર્ય ભગવાન પોતાના કિરણોથી રામલલાને અભિષેક કરશે. આ માટે જરૂરી સિસ્ટમ મંદિરમાં કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવી રહી છે. ત્રેતાયુગમાં ભગવાન નારાયણે રામ રૂમમાં ભગવાન સૂર્યના વંશમાં અવતાર લીધો હતો.
આ પણ વાંચોઃ આઈપીએલઃ બુમરાહ કરશે વાપસી, આ ટીમ સામે રમશે મેચ












