રાજકોટ: લોકમેળાને લઈ રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા
- રાજકોટના લોકમેળાને લઈને ઘણી અટકળો સામે આવી હતી
- આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે
- કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સરકારે સ્થાનિક તંત્રને છૂટ આપી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SOP ઘડવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષ થી SOPના કડક નિયમો હોવાથી રાજકોટના લોકમેળાને લઈને ઘણી અટકળો સામે આવી હતી.
આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે
લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂર્ણ થઈ હોવા છતાં રાઇડ્સના ફોર્મ ન ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેની પાછળનું કારણ સખત SOP હોવાનું જણાયું હતું. જ્યારે હવે રાજ્ય સરકારે લોકમેળાને લઈને SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે.
આયોજકો અને મેળાના ચાહકોએ રાહત અનુભવી છે
રાજ્યમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ના નિયમોને રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા હતા. જ્યારે હવે સરકારે SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો અને મેળાના ચાહકોએ રાહત અનુભવી છે. નવા નિયમો મુજબ, હવે મેળામાં સ્થાપિત કરાતી દુકાનો કે સ્ટોલમાં હવે RRC ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. જેમાં હવે સોઈલ ટેસ્ટ રિપોર્ટને માન્ય રાખવામાં આવશે. આમ થવાથી આયોજકોને વધુ ખર્ચ થતો અટકશે અને સમયનો વ્યય થશે નહિ.
કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સરકારે સ્થાનિક તંત્રને છૂટ આપી
આ ઉપરાંત, લોકમેળાને લઈને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સરકારે સ્થાનિક તંત્રને છૂટ આપવામાં આવી છે. જેમાં સ્થાનિક તંત્રના દિશાનિર્દેશ મુજબ અથવા માર્ગદર્શન-સૂચનાને ધ્યાનમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ AMCના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, 10 વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોનો ખર્ચ












