અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

રાજકોટ: સરકારનાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા કોંગ્રેસ શહેરમાં 4 રથ ફેરવવાનું આયોજન; જાણો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શું કહ્યું?

20 એપ્રિલ 2025 અમદાવાદ: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેમજ પેટા ચૂંટણીઓ માટે માહોલ તૈયાર કરાઈ રહ્યો છે. તેવામાં રાજકોટ શહેરમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક અનોખું આયોજન કરાયું છે. જેમાં ચાર અલગ-અલગ રથ તૈયાર કરીને કઈ રીતે જનતાના ટેક્સના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી પોતાના ઘર ભર્યા હોવાનો સંદેશ આપવામાં આવશે. ત્યારે આ મુદ્દે સત્તાધારી શાસક પક્ષ દ્વારા કેવી રીતે જવાબ આપવામાં આવે છે તેમજ શહેરવાસીઓ પર આ પ્રયોગનો કોંગ્રેસ તરફી લોકમત મેળવવામાં સફળતા મળશે કે કેમ? તે જોવાનું રહ્યુ!

IAS, IPSને ભ્રષ્ટાચારના ભાગીદાર થવું પડે છે: રાજ્યગુરુ
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતને હપ્તા વાળું ગુજરાત તરીકે ઓળખાય તે હદ સુધી ભાજપ સત્તાનો દુરુપયોગ કરી લોકોના જાનની પરવા કર્યા વગર ભાજપ બેફામ બન્યો છે. તાજેતરમાં સીટી બસના એક ડ્રાઈવરે ચાર લોકોની જિંદગી છીનવી લીધી છે. અનેકને ઘાયલ કર્યા છે પોલીસ, RMCનું તંત્ર IAS, IPSને ભાજપના ભ્રષ્ટાચારના ભાગીદાર થવું પડે છે. જે ડ્રાઇવરે ચારની જિંદગી છીનવી લીધી છે તે ડ્રાઇવરના લાઇસન્સની અવધી પણ સમાપ્ત થઈ ગઈ હતી. એટલે કે લાયસન્સ વગરના ડ્રાઈવરે ચાર લોકોની જિંદગી છીનવી લીધી છે. સીટી બસના સંચાલકોની હજુ સુધી ધરપકડ કરી નથી, પરંતુ ચાર લોકોને જિંદગી છીનવી લીધી અને લોકોના ટોળા દ્વારા રોષ બતાવેલ તેવા લોકોની પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી છે. પરંતુ સીટી બસના સંચાલકો સામે પોલીસ હજી ગુનો નોંધવામાં ફીફા ખાંડે છે. ભાજપના પૂર્વ મહામંત્રી અને સીટી બસના ડ્રાઈવરો પૂરો પાડતા કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગરને બચાવવા માટે પૂરી સરકાર અને રાજકોટમાં આખું ભાજપ ઊભું રહી ગયું છે.

કોંગ્રેસની સરકાર બનાવવા માટે લોકોનો સાથની જરૂર
તેથી તેમણે આ પ્રયોગને લઈને જણાવ્યું હતું કે આ તમામ પ્રશ્નો જનતા સામે ઉજાગર કરવા માટે આ 4 રથ લોકો સમક્ષ આજે રાજકોટ શહેરમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરભરમાં ફરશે ભાજપને 30 વર્ષના સરકારને અમે ઉખાડીને ફેંકી શકીએ એમ નથી લોકોનો પૂરતો સાથ સહકાર જોઈશે

Back to top button