ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં મેઘ મહેર : ખાંભા વિસ્તારમાં આભ ફાટતા 20 ગામડાઓનો સંપર્ક તૂટ્યો

Gujarat News : રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસુ ભરપૂર જામ્યું છે. ભારે વરસાદ પડતા ખેડૂતો અને સરકારની ચિંતામાં ઘટાડો થયો છે. ત્યારે રાજ્યમાં 154 તાલુકામાં વરસાદ વચ્ચે ગીર અને અમરેલી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદ વચ્ચે આજે હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ખાંભા વિસ્તારમાં આભ ફાટ્યૂં

 

અમરેલી જિલ્લાના ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટતાં સાંબેલાધાર 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચોટીલા-ખાંભાથી નાગેશ્રી જતો નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રાણીગપરા ગામ નજીક કૂતરાખાણ પાસે ચાલુ પુલનું ડાઇવર્ઝન પૂરના પાણીમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. 20 જેટલા ગામડાઓનો સંપર્ક તૂટ્યો છે અને ખાંભાથી જાફરાબાદ તેમજ નાગેશ્રી તરફ જતા વાહનચાલકો મધરાતથી અટવાયા છે. તેમજ ભારે વરસાદી હોનારત વચ્ચે મોડી રાતથી નેશનલ હાઈવે બંધ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

નદી-નાળા છલકાતા જનજીવન અસ્તવ્યસ્ત

 

તેમજ ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ-નાળા છલકાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેમજ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. જેમાં રાજુલાનો ધાતરવાડી ડેમ-2 ઓવરફ્લો થતાં તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદી હોનારત વચ્ચે મોડી રાતથી નેશનલ હાઈવે બંધ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ધસમસતા પ્રવાહ વચ્ચે એક ઇકો કાર 7 મુસાફરો સાથે ફસાયા

 

અમરેલી-સાવરકુંડલા પંથકના કેરાણા-હાવડ કોઝવે પર મધ્યરાત્રિએ કાળજું કંપાવનારો દૃશ્યો સર્જાયા હતા. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ઇકો કાર 7 મુસાફરો સાથે ફસાઈ ગઈ હતી. મોડીરાત્રે ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. ફાયર ઓફિસરની આગેવાનીમાં ટીમે પૂરના તેજ પ્રવાહ વચ્ચે જીવના જોખમે સતત 3 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું અને તમામ 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મધ્ય ગીર, ઉના તેમજ દીવ વહીવટી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતો રાવલ ડેમ માત્ર પ્રથમ વરસાદમાં 70% ભરાયો હતો. આ ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યરાત્રીથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને કારણે અસહ્ય ઉકળાટથી વચ્ચે વરસાદ થતા ઠંડક પ્રસરી હતી.

આ પણ વાંચો : રામ મંદિર ચઢાવા ચોરીનો માસ્ટરમાઇન્ડ કોણ? અવિનાશ શુક્લાના ખુલાસાથી હોબાળો

Back to top button