ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

રેલવે પ્લેટફોર્મ ટીકીટ GSTમાંથી બાકાત, જાણો બીજા ક્યાં નિર્ણયો લેવાયા

  • GST કાઉન્સિલની 53મી બેઠક પૂર્ણ થઈ
  • નાણામંત્રી નિર્મલા સીતારામનની આગેવાનીમાં યોજાઈ બેઠક
  • સામન્ય નિર્ણયો લેવાયા, બીજી બેઠક બજેટ પછી મળશે

નવી દિલ્હી, 22 જૂન : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 53મી બેઠક શનિવારે પૂરી થઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માહિતી આપી અને મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રેલવે પ્લેટફોર્મ ટીકીટ હવે જીએસટી દાયરાથી બહાર કરી દેવામાં આવી છે. ઉપરાંત સોલાર કૂકર પર 12 ટકા GST લાદવાની મંજૂરી આપવામાં આવી છે.

દેશમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન લાગુ કરવામાં આવ્યું

GST કાયદાની કલમ 73 હેઠળ જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય ફેક ઇનવોઇસને રોકવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને તબક્કાવાર દેશભરમાં લાગુ કરવામાં આવશે.

બજેટ સત્ર બાદ જીએસટીની બીજી બેઠક યોજાશે

ઉલ્લેખનીય છે કે શનિવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક યોજી હતી અને તે દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે માત્ર મર્યાદિત વિષયો પર વિચાર કરી શકીએ છીએ. બજેટ સત્ર બાદ જીએસટીની બીજી બેઠક યોજાશે.

અગાઉની બેઠક 7 ઓક્ટોબરે મળી હતી

આ બેઠકમાં વ્યાપારી સુવિધાઓ અને કરદાતાઓને રાહત સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા. GST એપેલેટ ટ્રિબ્યુનલ માટે 20 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદાની ભલામણ કરવામાં આવી છે. નાના કરદાતાઓ માટે GSTR-4 ફાઇલ કરવાની અંતિમ તારીખ, FY 24-25, લંબાવીને 30 જૂન કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ બેઠક આઠ મહિનાના અંતરાલ બાદ થઈ હતી. GST કાઉન્સિલની છેલ્લી બેઠક 7 ઓક્ટોબર, 2023ના રોજ મળી હતી.

નકલી ઇન્વોઇસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નકલી ઈનવોઈસને રોકવા માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે 2017-18, 2018-19, 2019-20 માટે ડિમાન્ડ નોટિસ પર વ્યાજ અને દંડ જો 31 માર્ચ, 2025 સુધીમાં ટેક્સ ચૂકવવામાં આવશે તો માફ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એજન્ડા પર ચર્ચા કરવા માટે કાઉન્સિલની આગામી બેઠક ઓગસ્ટમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યોએ મળીને પેટ્રોલ અને ડીઝલ પર જીએસટીના દર નક્કી કરવા જોઈએ

આ બેઠકમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આપવા અંગે ચર્ચા થઈ છે. બેઠક બાદ એ વાત પણ સામે આવી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાના પક્ષમાં છે અને આ માટે રાજ્યોને સંયુક્ત રીતે જીએસટીના દર નક્કી કરવા જણાવવામાં આવ્યું છે.

શું છે GST કાઉન્સિલના મોટા નિર્ણયો ?

  • 1. કાઉન્સિલે તમામ સૌર કુકર પર 12% GSTની ભલામણ કરી છે, પછી ભલે તેઓ એકલ અથવા દ્વિ ઊર્જા સ્ત્રોત ધરાવતા હોય.
  • 2. ભારતીય રેલવે દ્વારા સામાન્ય માણસને આપવામાં આવતી સેવાઓ, પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ, વેઇટિંગ રૂમ, ક્લોકરૂમ સેવાઓ, બેટરી સંચાલિત કાર સેવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે.
  • 3. શૈક્ષણિક સંસ્થાઓની બહારના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોને પણ છૂટ આપવામાં આવી રહી છે. આવાસ સેવાઓના પુરવઠાનું મૂલ્ય પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 20,000 સુધી છે. આ સેવાઓ ઓછામાં ઓછા 90 દિવસના સતત સમયગાળા માટે પૂરી પાડવામાં આવે છે.”
  • 4. કાઉન્સિલે દૂધના ડબ્બા પર 12 ટકાનો એકસમાન દર નક્કી કરવાની ભલામણ કરી છે. કાઉન્સિલે તમામ કાર્ટન બોક્સ પર 12 ટકાનો દર નક્કી કર્યો છે. ફાયર સ્પ્રિંકલર સહિત તમામ પ્રકારના સ્પ્રિંકલર પર 12 ટકાનો દર લાગુ પડશે. તમામ સોલર કૂકર પર 12 ટકા જીએસટી દર લાગુ થશે.
  • 5. GST દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલ GoM આગામી બેઠકમાં સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરશે. બિહારના નાયબ મુખ્યમંત્રી દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા મંત્રીઓના જૂથની અધ્યક્ષતા કરશે.
Back to top button