Gen Zના સમર્થનમાં રાહુલ ગાંધી, કહ્યું- ‘વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો’
Rahul Gandhi : વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે (બુધવારે) GenZ ના મુદ્દા પર વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. તેમણે કોઈ હિંસા નહોતી કરી છતાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. યુવાનોએ કાંઈ ખોટું કર્યું નથી. મહિલા પ્રદર્શનકારીઓના ઘરે ગુંડાઓ મોકલવામાં આવ્યા. લોકશાહી માટે લડવા બદલ તેમણે યુવાનોનો આભાર માન્યો. જ્યારે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) કરી ત્યારે તેમની સાથે કેટલાક GenZ યુવાનો પણ જોવા મળ્યા, જેમણે દિલ્હીના જંતર-મંતર પર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે મીડિયા સમક્ષ આવીને યુવાનોએ મોટી હિંમત દર્શાવી છે.
પ્રદર્શન કરનારા યુવાનો પર ગર્વ છે
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે કેટલાક યુવા પ્રદર્શનકારીઓ સાથે ખુલીને વાતચીત કરી. તેમણે મને જણાવ્યું કે તેમની સાથે મારપીટ કરવામાં આવી, અને ધમકાવવામાં આવ્યા. મને તેમના પર ખૂબ જ ગર્વ છે, તેમણે જે કર્યું છે તેના પર ખૂબ ગર્વ છે. એમની જેમ હજારો યુવાન ભારતીયોએ જે કર્યું છે, તેના પર પણ મને ગર્વ છે.’
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એજ્યુકેશન સિસ્ટમને લઈને ફરિયાદ કરવી એ કોઈ ગુનો નથી
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે યુવાનોએ બંધારણનું રક્ષણ કર્યું છે, ભારતના વિચારોનું રક્ષણ કર્યું છે અને ભારતના ભવિષ્યને સુરક્ષિત કર્યું છે. એજ્યુકેશન સિસ્ટમ વિશે ફરિયાદ કરવી એ કોઈ ગુનો નથી, પછી ભલે તે સિસ્ટમ ખરાબ હોય, કથળી રહી હોય કે નકામી હોય. વાસ્તવમાં, આ સિસ્ટમને બદલવાની અને સુધારવાની જરૂર છે. તેઓ બસ આ જ તો માગ કરી રહ્યા હતા.
વિદ્યાર્થીઓ હિંસા નહોતા કરી રહ્યા, ન તો તેઓ આક્રમક થઈ રહ્યા હતા. છતાં પણ તેમને માર મારવામાં આવ્યો, તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને ધમકાવવામાં આવ્યા. તેમના પર દબાણ લાવવું, તેમના ઘરે ગુંડાઓ મોકલવા, બળજબરીથી 15 વર્ષની એક છોકરી પાસે માફી મંગાવવી અને પછી તે માફીનો સ્વીકાર કરી લેવો, આ બિલકુલ અસંગત અને હાસ્યાસ્પદ છે: રાહુલ ગાંધી
દેશના ભવિષ્યનું સન્માન થવું જોઈએ
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે અમે આનો અસ્વીકાર કરીએ છીએ. અમને એક એવી એજ્યુકેશન સિસ્ટમ જોઈએ છે જે યોગ્ય રીતે કામ કરે, અમે ઈચ્છીએ છીએ કે પરીક્ષાના પેપર લીક થવાનું બંધ થાય અને અમે ઈચ્છીએ છીએ કે આ દેશના ભવિષ્યનું સન્માન થાય, તેની સુરક્ષા થાય. જોકે, આ પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓના પરિજનોની પ્રેસ કોન્ફરન્સ સાથે જોડાયેલા સવાલનો જવાબ આપવાથી રાહુલ ગાંધી બચતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:નખ પર દેખાતા અર્ધચંદ્ર અને હૃદય અને કિડનીના સ્વાસ્થ્ય સાથે છે સંબંધ, જાણો શું કહે છે નિષ્ણાત
આ પણ વાંચો:જ્યોતિર્લિંગ સામાન્ય શિંવલિંગથી કેટલું છે અલગ? જાણો બંન્ને વચ્ચોનો મુખ્ય તફાવત












