ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીના જન્મદિવસે કોંગ્રેસનો મેગા જોબ ફેર, 10 હજાર યુવાનોને રોજગાર આપવાનો દાવો

Congress Job Fair: ભારતીય યુવા કોંગ્રેસ (IYC) આવતા શુક્રવારે (19 જૂન, 2026) રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે એક મોટા રોજગાર અભિયાનની તૈયારીમાં લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવા કોંગ્રેસ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી સાથે મળીને નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક વિશાળ જોબ ફેર (રોજગાર મેળો)નું આયોજન કરશે.

એક જ દિવસમાં 5 થી 10 હજાર નોકરીઓ પૂરી પાડવાનું લક્ષ્ય

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જોબ ફેરમાં 150થી વધુ કંપનીઓ ભાગ લે તેવી સંભાવના છે. આ આયોજન દ્વારા એક જ દિવસે 5,000થી 10,000 યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

યુથ કોંગ્રેસ આ કાર્યક્રમને રોજગાર, ન્યાય અને જવાબદારી માટેના તેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ ગણાવી રહી છે. પાર્ટીનું કહેવું છે કે એક તરફ તે પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરી રહી છે, તો બીજી તરફ યુવાનોને સીધા રોજગાર સાથે જોડવાનો પ્રયાસ પણ કરી રહી છે.

આ રોજગાર મેળામાં ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓ ભાગ લેશે

યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબે જણાવ્યું કે, “આ જોબ ફેરમાં ખાનગી ક્ષેત્રની અનેક મોટી કંપનીઓ ભાગ લેશે અને વિવિધ શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને રોજગારીની તકો આપવામાં આવશે. યુવાનોને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરવાની અને સ્થળ પર જ ઇન્ટરવ્યૂ આપવાની તક પણ મળશે.”

ઉદય ભાનુ ચિબે દાવો કર્યો કે ગયા વર્ષે દિલ્હી અને બિહારમાં આયોજિત આવા જ જોબ ફેર દ્વારા 10,000થી વધુ રોજગારીની તકો પૂરી પાડી હતી. હવે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે આ પહેલને વધુ મોટા પાયે પુનરાવર્તિત કરવાની તૈયારીમાં છે.

કોંગ્રેસમાં જોબ ફેરને લઈને યુદ્ધના ધોરણે તૈયારીઓ

કોંગ્રેસ પાર્ટીની અંદર આ આયોજનને માત્ર રોજગાર કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ યુવાનો સુધી રાજકીય સંદેશ પહોંચાડવાની એક વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. પાર્ટી નેતૃત્વનું માનવું છે કે બેરોજગારી અને ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓનો મુદ્દો આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં રહેશે.

રાહુલ ગાંધીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો માટે રણનીતિ બનાવી દીધી છે. આ કાર્યક્રમની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: આંતરજાતીય પ્રેમનો કરૂણ અંત! એક ફોન કોલે લીધો કેતનનો જીવ

Back to top button