IPLIPL-2023IPL-2024T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આર. અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની કરી જાહેરાત, જાણો સોશિયલ મીડિયા પોસ્ટમાં શું કહ્યું?

ચેન્નઈ, 27 ઓગસ્ટ, 2025ઃ R. Ashwin also announced his retirement from IPL ભારતીય ટીમના એક સમયના દિગ્ગજ ખેલાડી અને મહાન સ્પિનર રવિચંદ્રન અશ્વિને (આર. અશ્વિન) છેવટે IPL ટુર્નામેન્ટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

થોડા સમય પહેલાં ક્રિકેટના વિવિધ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર આર. અશ્વિને આઈપીએલમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે. તેમણે આની જાહેરાત કરતાં એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, “આજે મારી આઈપીએલ કારકિર્દી પણ સમાપ્ત થઈ રહી છે.” 16 વર્ષની આઈપીએલ કારકિર્દીમાં અશ્વિને કુલ 221 મેચ રમી. તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું. નોંધનીય છે કે તેઓ ડિસેમ્બર, 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.

આર. અશ્વિને 2009માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની આઈપીએલ ડેબ્યૂ કરી હતી. ત્યારબાદ તેઓ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને પછી રાજસ્થાન રોયલ્સ માટે રમ્યા. તેઓ છેલ્લી સિઝન (IPL 2025)માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછા ફર્યા હતા, જેમાં રમ્યા બાદ તેમણે આજે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો.

આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં અશ્વિને સોશિયલ મીડિયા પર લખ્યું, “ખાસ દિવસ અને એક ખાસ શરૂઆત. કહેવાય છે કે દરેક અંત એ નવી શરૂઆત છે, એક આઈપીએલ ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ વિવિધ લીગમાં રમતના એક ખેલાડી તરીકે મારો સમય આજથી શરૂ થઈ રહ્યો છે.”

બીજા દેશોમાંથી પાકિસ્તાનીઓ મોકલી રહ્યા છે પૈસા, RBIએ બેન્કોને નજર રાખવા કહ્યું, આ ખતરાની છે દહેશત

અશ્વિને તેમની પોસ્ટમાં તેમની તમામ લીગનો પણ આભાર માન્યો, જેના માટે તેઓ આઈપીએલમાં રમ્યા. તેમણે લખ્યું, “આટલાં વર્ષોની શાનદાર યાદો અને સંબંધો માટે તમામ ફ્રેન્ચાઈઝીનો આભાર માનવા માંગુ છું. અને જે મને BCCI અને IPLએ અત્યાર સુધી આપ્યું છે તેના માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આગળ જે પણ છે તેનો આનંદ લેવા અને તેનો પૂરો લાભ લેવા માટે ઉત્સુક છું.”

અશ્વિન આઈપીએલમાં 5 ટીમો માટે રમ્યા છે. તેમની આઈપીએલ સફર 2009માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે શરૂ થઈ હતી. પ્રથમ સિઝનમાં તેઓ માત્ર 2 મેચ રમી શક્યા. તેમની છેલ્લી આઈપીએલ સિઝન (2025)માં તેઓ CSK માટે 9 મેચ રમ્યા, જેમાં તેમના નામે 7 વિકેટ હતી. જુઓ તેમણે કઈ ફ્રેન્ચાઈઝી માટે કેટલી વિકેટ લીધી:

– CSK માટે (2009-15 અને 2025): 106 મેચમાં 97 વિકેટ
– RPS માટે (2016): 14 મેચમાં 10 વિકેટ
– PBKS માટે (2018-19): 28 મેચમાં 25 વિકેટ
– DC માટે (2020-22): 28 મેચમાં 20 વિકેટ
– RR માટે (2022-24): 45 મેચમાં 35 વિકેટ

કુલ 5 ટીમો માટે રમતાં અશ્વિને 221 આઈપીએલ મેચમાં 187 વિકેટ લીધી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો, તેમણે 106 ટેસ્ટ, 116 વનડે અને 65 ટી20 મેચ રમી, જેમાં તેમના નામે અનુક્રમે 537, 156 અને 72 વિકેટ છે.

કીસ કરવાની સજા 76 કોડા, શૌચાલયમાં પ્રેમ કરવો મોંઘો પડ્યો; જાહેરમાં માર પડ્યો

Back to top button