ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વક્ફ કાયદાના વિરોધમાં મુર્શિદાબાદમાં હિંસા: BSFની પાંચ ટીમે મોરચો સંભાળ્યો, 3ના મૃત્યુ

મુર્શિદાબાદ, 13 એપ્રિલ 2025: વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા થઈ, જેમાં 15 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે. 4 સામાન્ય લોકોને પણ ઈજા થઈ છે. અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ થઈ ચુકી છે અને 3 લોકોના મૃત્યુ થયા છે. હિંસાનો મામલો કોલકાતા હાઈકોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. બેન્કે હિંસા રોકવામાં નિષ્ફળ ગયેલી બંગાળ પોલીસને ફટકાર લગાવી છે.

અગાઉ, અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓએ આ વિસ્તારનો કબજો સંભાળ્યો હતો અને હવે BSFની 5 કંપનીઓએ આ વિસ્તારનો કબજો સંભાળી લીધો છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બીએસએફને તૈનાત કરવામાં આવ્યું છે. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર બીએસએફના આઈજી કરણી સિંહ શેખાવત પોતે મુર્શિદાબાદ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પશ્ચિમ બંગાળના ડીજીપી સાથે પણ બેઠક કરી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરી હતી.

ઇન્ટરનેટ બંધ કરાયું, BSFની 5 કંપનીઓ તૈનાત કરાઈ

બીએસએફના આઈજી કરણી સિંહ શેખાવતે જણાવ્યું હતું કે કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત વિસ્તારમાં કેન્દ્રીય દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. એટલા માટે હું પોતે પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યો છું. હાલ પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ BSFએ કમાન સંભાળી લીધી છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, આપણે પોલીસ સાથે મળીને કામ કરવું પડશે. બંગાળ પોલીસને મદદ કરવા માટે 5 કંપનીઓ મોકલવામાં આવી છે.

અમે બંગાળ પોલીસને મદદ કરવા આવ્યા છીએ, સ્વતંત્ર કાર્યવાહી માટે નહીં. અમે રાજ્ય પોલીસની માંગ મુજબ કામ કરીશું. આશા છે કે અહીં ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે. જો પોલીસને વધુ કંપનીઓની જરૂર પડશે, તો તે પૂરી પાડવામાં આવશે. BSF દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. પરિસ્થિતિ વધુ બગડવા દેવામાં આવશે નહીં. અફવાઓ ન ફેલાય તે માટે ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હિંસા ભડકાવવાનો આરોપ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં વકફ (સુધારા) અધિનિયમ લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેએ તેના X હેન્ડલ પર એક પોસ્ટ લખી અને સ્પષ્ટતા કરી કે તે વક્ફ એક્ટને સમર્થન આપતી નથી. તેથી તે રાજ્યમાં આ કાયદો લાગુ કરશે નહીં. કેટલાક લોકો રાજકીય લાભ મેળવવા માટે રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો તેઓ આમ ન કરે તો તેમના માટે સારું રહેશે.

આ પણ વાંચો: આજનું હવામાન: આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, જાણો આવતા સાત દિવસ સુધી કેવું રહેશે તાપમાન

Back to top button