કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલીમાં ખાનગી કંપનીનું મીની વિમાન તૂટી પડ્યું, પાયલટે જીવ ગુમાવ્યો

અમરેલી, 22 એપ્રિલ, 2025, Amreli Plane Crash અમરેલીમાં આજે મંગળવારે બપોરના સમયે એક ખાનગી કંપનીનું મીની વિમાન તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. mini plane crashes in Amreli

આ દુર્ઘટનામાં વિમાનના પાયલટે જીવ ગુમાવ્યો હોવાનું પ્રારંભિક અહેવાલમાં જાણવા મળે છે.

મળતા અહેવાલ મુજબ, અમરેલીમાં આજે 22 એપ્રિલને મંગળવારે બપોરે અચાનક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થઇ ગયું હતું અને પોલીસનો કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કે ખાનગી કંપનીનું આ નાનું વિમાન તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે સંભવતઃ પાયલટ છે અને સ્થળ પર કોઇ નુકસાનના સમાચાર નથી.

અમરેલીમાં પ્લેન ક્રેશ થતાં જ તંત્રમાં દોડધામ મચી છે. મળતા અહેવાલ અનુસાર આ મીની વિમાન અમરેલીના ગિરિયા રૉડ પર તૂટી પડ્યું હતું. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીયાએ માહિતી આપી કે, જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જોકે, પ્લેન ક્રેશ થયું ત્યાં આસપાસમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. રહેણાંક વિસ્તારની નજીક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પ્લેન ક્રેશમાં જે વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ છે તે ટ્રેઇની પાયલટ હતો, આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું મનાય છે.

પ્રારંભિક અહેવાલમાં જાણવા મળે છે કે, સૌરાષ્ટ્રના અમરેલીમાં એક ખાનગી કંપની દ્વારા પાયલોટ તાલીમ માટેનું કેન્દ્ર ચાલે છે. આ કેન્દ્ર પર નવા પાયલોટોને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ભાગરૂપે જ પાયલટ યુવક તાલીમ લઈ રહ્યો હતો અને તે સમયે પ્લેનક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. જો કે પ્લેનમાં કોઈ ખામી હતી કે કેમ, ક્રેશ થવા પાછળનું કારણ શું તે અંગે હજુ ચોક્કસ કોઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી.

આ પણ વાંચોઃ શરબત જિહાદ શબ્દથી હાઈકોર્ટનો આત્મા હચમચી ગયો, સ્વામી રામદેવને આપ્યો આ આદેશ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button