ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પ્રમુખ ટ્રમ્પે હવે એલન મસ્કને આપી દીધી સીધી જ ધમકી, જાણો હવે શું થશે?

વૉશિંગ્ટન ડીસી, 1 જુલાઈ, 2025ઃ President Trump threatened Elon Musk અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને  ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ વખતે પ્રમુખ ટ્રમ્પે મસ્કને મોટી ધમકી આપી દીધી છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ શરૂ થવા માટે અમેરિકી સંસદમાં દાખલ થયેલો ‘One Big, Beautiful Bill’ ખરડો છે. આ ખરડા પર મતદાન થવાનું છે તે પહેલાં મસ્કે તેની વિરુદ્ધ નિવેદન કર્યું છે. એલોન મસ્કે ફરી એકવાર આ ખરડાનો વિરોધ કરતું નિવેદન આપ્યું જેના પગલે પ્રમુખ ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા અને મસ્કને સીધી જ ધમકી આપી દીધી.

પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે મસ્કને ખબર જ હતી કે “હું ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી નીતિઓનો વિરોધી છું. દરેક વ્યક્તિને ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે દબાણ કરી શકાય નહીં. મસ્કને કદાચ માનવ ઇતિહાસમાં કોઈપણ વ્યક્તિ કરતાં વધુ સબસિડી મળી રહી છે, પરંતુ સબસિડી વિના તેમને કદાચ પોતાનો વ્યવસાય બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા જવું પડે. ન તો આટલા રોકેટ લોન્ચ થશે, ન તો સેટેલાઇટ કે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે, અને આ રીતે આપણે ઘણા પૈસા બચાવી શકીશું.”

ટ્રમ્પની ધમકી - HDNews

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એલોન મસ્કની તે પોસ્ટ પછી આવ્યું છે, જેમાં મસ્કે ટ્રમ્પના ‘One Big, Beautiful Bill’ની ટીકા કરતાં કહ્યું હતું કે જો આ બિલ સદનમાં પસાર થશે તો તેઓ નવી રાજકીય પાર્ટી બનાવશે.એલોન મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકાના જ રહેવાસી છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. 1989માં 17 વર્ષની ઉંમરે મસ્ક દક્ષિણ આફ્રિકાથી કેનેડા ગયા હતા અને પછી કેનેડાથી અમેરિકા સ્થળાંતર કર્યું. તેમણે અમેરિકામાં જ પોતાના વ્યવસાયનો ખૂબ વિસ્તાર કર્યો છે.

આ દરમિયાન એ પણ જણાવવું જરૂરી છે કે, થોડા સમય પહેલાં સુધી મસ્ક રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પ્રબળ સમર્થક હતા. જોકે, હવે બંને વચ્ચેના સંબંધો પહેલાં જેવા રહ્યા નથી. ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી એલોન મસ્કને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે રચાયેલા વિભાગ (DOGE)માં નિયુક્ત કર્યા હતા. જોકે, થોડા સમય પહેલાં વિવાદ વધવા પર મસ્કે પોતાનું પદ છોડી દીધું હતું. ત્યારથી જ એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે તનાવ શરૂ થયો. મસ્કે તો એવું પણ કહ્યું હતું કે તેમની મદદ વિના ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હારી ગયા હોત. જોકે, થોડા દિવસો પછી મસ્કે પોતાના નિવેદન બદલ માફી પણ માંગી હતી.

આ પણ વાંચોઃ VIDEO: લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયાને પાઠવી કાનૂની નોટિસઃ જાણો શું છે મામલો?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button