ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટ 2025ની તૈયારીઓ શરૂ, નાણાંમંત્રીએ ટોચના અર્થશાસ્ત્રીઓ કરી બેઠક

નવી દિલ્હી, 11 નવેમ્બર, 2025: કેન્દ્રિય બજેટ 2026-27 પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે ટોચના અર્થશાસ્ત્રીઓ સાથે એક બેઠક કરી હતી અને આગામી બજેટ માટે તેમના વિચારો જાણ્યા હતા. બેઠકમાં હાજર લોકોમાં સાજિદ ચિનોય, નીલકંઠ મિશ્રા, ધર્મકીર્તિ જોષીસ રિધમ દેસાઇ, સોનલ વર્મા અને ઇન્દિરા રાજરમનનો સમાવેશ થાય છે.

“કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આગામી કેન્દ્રીય બજેટ 2026-27 અંગે નવી દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે પ્રથમ પ્રી-બજેટ પરામર્શ કરવામાં આવ્યો હતો” એમ નાણા મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.

આ બેઠકમાં નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ (DEA)ના સચિવ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર, વરિષ્ઠ DEA અધિકારીઓ હાજર રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે તેવી અપેક્ષા છે. તેઓ ભૂરાજકીય અનિશ્ચિતતાઓ અને ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે 50 ટકા ટેરિફની ની વચ્ચે બજેટ રજૂ કરશે.

આગામી નાણાકીય વર્ષનું બજેટ માંગ વધારવા, રોજગારીનું સર્જન કરવા અને 8 ટકાથી વધુનો સતત વિકાસ દર જાળવવા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર 6.3-6.8 ટકાની વચ્ચે વૃદ્ધિ પામશે.

આ પણ વાંચોઃ 11 નવેમ્બર, 2025: ધન રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે

Back to top button