કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

પોલીસ ડીજી હજુ તો કચ્છમાં સમીક્ષા કરીને ગયા અને પીપરીમાં પડ્યો જુગાર કલબ ઉપર દરોડો  

ભુજ, 13 જુલાઇ 2025: Crime News કચ્છની મુલાકાતે શુક્રવારે આવેલા ગુજરાત પોલીસના ડાયરેકટર જનરલ વિકાસ સહાય સમક્ષ પહોંચેલી ફરિયાદોની અસર હોય કે પોલીસની ધાક બેસાડતી કામગીરીની સાબિતિ હોય તેમ કચ્છ બહારથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલે માંડવી તાલુકાના પીપરીમાં જુગારનો મોટો દરોડો શનિવારે પાડ્યો હતો. ખેતરમાં ચાલતી જુગાર ક્લબમાં 6 આરોપી પકડાયા હતા તો 11 વોન્ટેડ છે. જાણો કેટલાનો મુદ્દામાલ કબજે કરાયો અને સ્થાનિક પોલીસ ઉંઘતી કેમ ઝડપાઇ.

2.40 લાખનો મુદ્દામાલ જપ્ત

મળતી સત્તાવાર વિગતો મુજબ, માંડવી તાલુકાના પીપરીની સીમની વાડીમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડી ત્રાટકી હતી. જખુ હાજાભાઈ સંઘારના ખેતર પાસે ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી કલબમાં જુગાર રમતા ધવલ અનિલભાઈ રાજગોર, માલાણી ફળિયું, ભુજ, ધીરેન હીરાજી સંઘાર, ગામ પીપરી તા-માંડવી, કિશોર વાલાજી સંઘાર બિદડા- તા-માંડવી, લીલાધરભાઈ બેચરભાઈ સંતોકી,પંચાસર રોડ, મોરબી. લાઇટ હાઉસ પવનચક્કી રોડ, માંડવી, ધવલ શંભુભાઈ મંગે, ધવલ નગર 2, માંડવીને પકડી લેવામાં આવ્યા હતા. જુગાર નિવારણ ધારા હેઠક કાર્યવાહી કરાઇ છે.

આ પણ વાંચો:રાજકોટમાં ભત્રીજાએ કાકાની કરી હત્યા, બાળકોના રમવાના વિવાદથી ખેલાયો ખૂની ખેલ

પીપરી, ભુજ, માંડવીના આ આરોપી વોન્ટેડ

અશોક કેસરભાઈ સંઘાર, રહે-ગામ-પીપરી (મુખ્ય આરોપી), હિરેન આશિષભાઈ સંઘાર, ગામ પીપરી (મુખ્ય આરોપીનો ભાગીદાર),  હિરેન ઉર્ફે પિન્ટુ શાંતિલાલ રાજગોર-ભુજ, પૂજન ગીરીશભાઈ રાજગોર-ભુજ, જાવેદ હિંગોરજા-ભુજ, સાજીદ હિંગોરજા-ભુજ, રામજી-રામો હીરાલાલ સંઘાર-ગામ પીપરી, મહાદેવ શિવજીભાઈ સંઘાર- ગામ પીપરી, જખુભાઈ હાજાભાઈ સંઘાર, ગામ-પીપરી, અનીયો બાપુ-માંડવી અને  હોન્ડા એક્ટિવા GJ-12 EK 6641ના ધારક ભાગી છૂટ્યા હતા.

રોકડ 44,500 સહિત કુલ 2.40 લાખનો મુદ્દામાલ જબ્બે

રોકડ જપ્ત રૂ.-44,500, મોબાઈલ-6 જેની કિંમત રૂપિયા 95,000, વાહનો 04 કિંમત રૂ -1,00,000 અને અન્ય વસ્તુઓ 850/ મળીને કુલ મુદ્દામાલ રૂપિયા 2,40,350નો નોંધાયો છે. એસ.એમ.સીના પીએસઆઈ વી.એન.જાડેજાએ આ દરોડો પાડ્યો હતો.

કોડાયની સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પૂર્વે કોડાય પોલીસ વિસ્તારમાંથી જ એલસીબીએ વિક્રમી 1.54 <span “=””>કરોડનો શરાબ ઝડપ્યો હતો અને ત્યાં ફરી એસએમસીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાયાનો સળવળાટ શરૂ થયો છે.

આ પણ વાંચો:રાજયમાં સીઝનનો 49 ટકાથી વધુ વરસાદ, કચ્છમાં ઝોનમાં સૌથી વધુ

Back to top button