ગુજરાતટોપ ન્યૂઝ

AAPની મફતની રેવડી પર PM મોદીનો પ્રહાર, વિજળી મફત જ નહી પરંતુ આવક થાય તેવી વ્યવસ્થા અમે કરી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તાડમાર તૈયારીઓ થઇ રહી છે. તેવામાં આજે વડાપ્રધાન 3 દિવસ ગુજરાત મુલાકાતે છે. જેમાં ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન આજે અમદાવાદ એરપોર્ટથી મોઢેરા પહોંચ્યા છે. વડાપ્રધાન મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કર્યું છે.

 

સંબોધનની શરૂઆત મહેસાણાના લોકોને રામ રામથી કરી
ઉલ્લેખનીય છે કે PM મોદીએ મહેસાણામાં સંબોધનની શરૂઆત મહેસાણાના લોકોને રામ રામથી કરી છે. ત્યાર બાદ વડાપ્રધાને દેશની જનતાને શરદપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે મોઢેરામાં સ્માર્ટ ભારતની ઝલક જોવા મળી રહી છે. આ સાથે જ મોઢેરામાં આજે હેરીટેજ અને આધુનિકતાનો નવો સંગામ જોવા મળી રહ્યો છે. આ સાથે જ વડાપ્રધાને મહેસાણાને સોલાર પાવર્ડ વિલેજ જાહેર કર્યું હતું. અને જણાવ્યું હતું કે લોકોને હવે વિજળી બીલથી છુટકારો મળશે, લોકો ઘરેથી વીજળી ઉત્પન્ન કરશે, ખેડૂતો ખેતરમાં વીજળી ઉત્પન્ન કરશે અને વધારાની વીજળી સરકારને વેચીને આર્થિક લાભ પણ મેળવશે.

 

છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે કર્ફ્યું શબ્દ સંભાળ્યો નથી
પહેલા હોર્સ પાવર માટે પહેલા આંદોલન થતા હતા, મહેસાણા જિલ્લાએ પણ વીજળી માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. લોકોને હાલાકીમાંથી છુટકારો મળ્યો છે. આ સાથે જ વડાપ્રધાને ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની યોગ્ય જાળવણીને પણ વખાણી હતી. આ બાબતે તેમણે કહ્યું હતું કે, પહેલા ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં અવારનવાર કર્ફ્યું થતા હતા. પરંતુ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે કર્ફ્યું શબ્દ સંભાળ્યો નથી.

 

સમગ્ર વિકાસમાં મહેસાણાનું પણ યોગદાન બહુ મોટું
વડાપ્રધાને આ સાથે જ મોઢેરાને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ મળે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાને ઉત્તર ગુજરાતના પશુપાલકોના કામગીરીને પણ વખાણી હતી. ઉત્તર ગુજરાતની ડેરીઓ સતત નફો કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું. મહેસાણા દવા, પ્લાસ્ટિક, સિમેન્ટ અને એન્જીનીયરીંગ ઉદ્યોગનું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલા સાયકલ પણ બનતી નહોતી પરંતુ આજે અહિયાં મોટી મોટી ગાડીઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. અને હવે એરોપ્લેન પણ ગુજરાતમાં બની રહ્યા છે. આ સમગ્ર વિકાસમાં મહેસાણાનું પણ યોગદાન બહુ મોટું હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

Back to top button