રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ બાદ હવે બોમ્બે હાઈકોર્ટમાં PIL દાખલઃ જાણો શું છે મામલો?

મુંબઈ, 19 જુલાઈ, 2025ઃ PIL filed against Raj Thackeray ભાષા મુદ્દે વિવાદ જગાવનાર કથિત નેતા રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ બાદ હવે બોમ્બે હાઈકોર્ટમાં પણ PIL દાખલ થઈ છે. તેના ઉપર હિંસા અને ભાષાકીય નફરત ફેલાવવાનો આરોપ મૂકીને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વાંચોઃ મરાઠી ન બોલવાના મામલે રાજ ઠાકરના કૃત્ય સામે કાર્યવાહી કરવા સુપ્રીમમાં પીઆઈએલ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ આજે 19 જુલાઈને શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં તેના પર હિન્દી બોલનારા લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવાનો અને ભાષાકીય નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અરજી એડવોકેટ ઘનશ્યામ ઉપાધ્યાયે દાખલ કરી છે. અરજકર્તાએ રાજ ઠાકરે અને તેના પક્ષના કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ સશસ્ત્ર દળો માટે વિદ્યાર્થીઓ દેશના એમ્બેસેડર બને: ઓપરેશન સિંદૂર માટે ભુજમાં આર્મીનો ખાસ સેમિનાર
ઠાકરે વિરુદ્ધ આ અરજી મુંબઈના મીરા ભાયંદરમાં શુક્રવારે યોજાયેલી રેલીના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે. એ રેલીમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દીને ફરજિયાત કરવાના કોઈપણ પગલાંનો સખત વિરોધ કર્યો હતો. તેણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ત્રણ ભાષા નીતિના નિવેદનનો વિરોધ કરતા ચેતવણી આપી હતી કે જો ધોરણ 1 થી 5માં હિન્દી ફરજિયાત કરવામાં આવશે તો તેમનો પક્ષ શાળાઓ બંધ કરાવશે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે MNS કાર્યકર્તાઓ દ્વારા હિન્દી બોલનારા લોકો પર હુમલા અને મરાઠી ન બોલવાને કારણે સંપત્તિના નુકસાનની ઘટનાઓ બની છે.
MNS કાર્યકર્તાઓએ તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મીઠાઈની દુકાનના માલિકને મરાઠી ન બોલવાને કારણે માર માર્યો હતો. આ ગુંડાઓએ એક ગુજરાતી વેપારી સાથે પણ મારપીટ કરી હોવાનો વીડિયો વાયરલ થયેલો છે. આ ઉપરાંત, આ મહિનાની શરૂઆતમાં MNS ગુંડાઓએ મુંબઈના વર્લી વિસ્તારમાં શેર માર્કેટ રોકાણકાર સુશીલ કેડિયાની ઓફિસનો કાચનો દરવાજો તોડી નાખ્યો હતો, કારણ કે તેમણે જાહેર કર્યું હતું કે તેઓ મરાઠી નહીં બોલે અને રાજ ઠાકરેને પડકાર્યા હતા. આ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે રાજ ઠાકરે અને તેમના કાર્યકર્તાઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભાષાકીય નફરત અને હિંસાને રોકી શકાય. આ મામલે બોમ્બે હાઈકોર્ટ આગામી દિવસોમાં સુનાવણી કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












