ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

શું સાંસદ હોવાને કારણે પરિણીતિએ રાઘવ સાથે લગ્ન કર્યા? અભિનેત્રીએ જણાવ્યો પહેલી મુલાકાતનો કિસ્સો

Parineeti Chopra: આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાના લગ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં આપ નેતા સૌરભ ભારદ્વાજે નિવેદન આપ્યું હતું કે રાઘવ રાજ્યસભાના સાંસદ હતા એટલે જ પરિણીતિ સાથે તેમના લગ્ન થઈ શક્યા. જોકે, પરિણીતિએ અગાઉ એક કાર્યક્રમમાં પોતાની પ્રેમ કહાની સંભળાવતા સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે તે રાઘવને પહેલીવાર મળી ત્યારે તેને ખબર પણ નહોતી કે રાઘવ કોણ છે.

લંડનમાં થઈ હતી પહેલી મુલાકાત

પરિણીતિએ જણાવ્યું કે તેમની પહેલી મુલાકાત લંડનમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન થઈ હતી. પરિણીતિને મનોરંજન ક્ષેત્રે અને રાઘવને રાજનીતિ ક્ષેત્રે એવોર્ડ મળવાનો હતો. પરિણીતિએ કબૂલાત કરી હતી કે, “હું રાજકારણ ફોલો કરતી નથી, તેથી હું રાઘવને ઓળખતી નહોતી. મારા ભાઈએ જ્યારે કહ્યું કે રાઘવ ચઢ્ઢા આવવાના છે અને મારે તેમને મળવું જોઈએ, ત્યારે મને ખબર પડી કે તેઓ કોઈ જાણીતી વ્યક્તિ છે.”

બીજી જ મુલાકાતમાં નક્કી કરી લીધા હતા લગ્ન

પરિણીતિએ જણાવ્યું કે પહેલી મુલાકાત માત્ર ‘હેલો-હાય’ પૂરતી હતી, પરંતુ બીજા દિવસે જ્યારે તેઓ નાસ્તા પર મળ્યા ત્યારે રાઘવની સાદગી જોઈને પરિણીતિ પ્રભાવિત થઈ ગઈ હતી. પરિણીતિએ કહ્યું, “તે જે રીતે સહજતાથી ખાવાનું લઈને ટેબલ પર આવી ગયા, મને તે ઘણું ગમ્યું. એક ક્ષણ માટે મારા મગજમાં ઘંટડી વાગી કે હું આ જ વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છું.”

ગુગલ પર સર્ચ કર્યું- ‘કોણ છે રાઘવ ચઢ્ઢા?’

રસપ્રદ વાત એ છે કે રાઘવ સાથે લગ્ન કરવાનું મન બનાવ્યા પછી પરિણીતિએ ગુગલ પર સર્ચ કર્યું હતું કે રાઘવ કોણ છે. તેણે ગુગલ પર સર્ચ કર્યું, “કોણ છે રાઘવ ચઢ્ઢા? શું તે પરણિત છે? તેની ઉંમર કેટલી છે?” ત્યારે તેને ખબર પડી કે રાઘવ રાજ્યસભાના સાંસદ છે. પરિણીતિએ મજાકમાં સ્વીકાર્યું હતું કે તેને રાજ્યસભા વિશે પણ બહુ ઓછી ખબર હતી અને આ બધું તેણે ગુગલ દ્વારા શીખ્યું હતું.

બીજી તરફ રાઘવે જણાવ્યું હતું કે તે પરિણીતિને ઓળખતો હતો અને જ્યારે પરિણીતિએ મળવાનું કહ્યું ત્યારે તેણે ‘મોકે પે ચૌકા’ મારી દીધો હતો. ત્યારબાદ પંજાબમાં શૂટિંગ દરમિયાન તેમની મુલાકાતોનો સિલસિલો વધ્યો અને અંતે બંને લગ્ન બંધને બંધાયા.

આ પણ વાંચોઃ હવે ATMથી ઉપાડી શકાશે પીએફના નાણાં! પેન્શનમાં 7.5 ગણો વધારો થવાની શક્યતા

આ પણ વાંચોઃ શું ખરેખર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા? વાયરલ થયેલો સરકારી આદેશ નીકળ્યો ફેક

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button