ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળના 14 હજાર પ્રસાદ પેકેટ વેચાયા

Text To Speech
  • પ્રસાદનું વિતરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં શુક્રવારે મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ થયું છે. 15 દિવસ બાદ આ પ્રસાદ શરૂ થતાં મૈભક્તમાં મોહનથાળ ને લઈને માંગ વધી છે. જ્યારે ચીકી ની માંગ ફિકી પડી ગઈ છે. ગઈકાલે મોહનથાળ ની એન્ટ્રી સાથે 14000 મોહનથાળના બોક્સ વેચાયા હતા. જયારે ચીકીના માત્ર 1600 પેકેટ જ વેચાયા હતા. મોહનથાળ બંધ હતો ત્યારે બે લાખ બાર હજાર પેકેટ ચીકીનું વેચાણ થયું હતું. જ્યારે સામાન્ય દિવસોમાં 15000 મોહનથાળ અને 2000 ચીકી વેચાતી હોય છે. અને અંબાજી માતાજીની પૂનમ ના દિવસે એક લાખ પેકેટ મોહનથાળ અને માત્ર 15000 પેકેટ ચીકી વેચાય છે. તો સરવાળે માઈ ભક્તોની પહેલી પસંદ મોહનથાળ જ જોવા મળી રહી છે. ત્યારે આજે (શનિવારે) અને રવિવારે રજાનો દિવસ હોઇ માઇ ભકતો મોટી સંખ્યામાં દર્શને આવી રહ્યા છે. જેને લઇને મોહનથાળના કાઉન્ટર ઉપર મોટી સંખ્યામાં લાઈનો લાગી હતી.

આ પણ વાંચો : પાલનપુર : બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદથી ઘઉંના પાકમાં નુકશાનની ભિતી

Back to top button