પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઈક કરી પોતાના જ 30 લોકોને મારી નાખ્યા, ગુસ્સે થયેલા લોકો વિરોધ પ્રદર્શન કરશે

Air Strike in Pakistan: ખૈબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાની વાયુ સેનાના હુમલામાં 30 બાળકો અને મહિલાઓના મોતથી લોકો ગુસ્સે થઈ ગયા છે. અફરીદી પશ્તૂનના નેતાઓ અને લોકોએ મહિલા તથા બાળકોના મોત વિરુદ્ધ પ્રદર્શનની તૈયારી શરુ કરી દીધી છે. સત્તાવાર આંકડો ચોક્કસપણે 30 મોતનો છે, પણ મરનારાની સંખ્યા વધારે છે. એક પિતાએ માસૂમની લાશને ખોળામાં લઈને પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને સવાલ કર્યો કે, તેમના બાળકની શું ભૂલ હતી?
એક ગામમાં પાડ્યા 8 ચીની બોમ્બ
અહીં ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાની વાયુસેનાએ રવિવારે મોડી રાતે લગભગ 2 વાગ્યે ઘાટીના ગામમાં મોડી રાતે એક સ્ટ્રાઈક કરી હતી. JF-17 લડાકૂ વિમાનોએ 8 ચીની લેઝર ગાઈડેડ બોમ્બ પાડી તબાહી મચાવી હતી. ધમાકામાં જ્યાં કેટલાય ઘર તબાહ થઈ ગયા અને તેમની અંદર સોઈ રહેલા લોકો માર્યા ગયા, તો વળી કેટલાય લોકોએ પોતાનો જીવ બચાવ્યો. સવારે લોકોએ હુમલામાં ધ્વસ્ત ઘરોના કાટમાળ અને લાશો જોઈ.
તો વળી સોમવાર મોડી રાતે ગામના લોકો ગુસ્સે થયા અને સરકાર-સેના વિરોધી નિવેદનબાજી કરતા નોટ જાહેર કરી કે ગામ પર બોમ્બ નથી પાડ્યા, પણ તહરીકે તાલિબાન પાકિસ્તાનના ઠેકાણા પર હુમલો કર્યો હતો. ગુપ્તચરની સૂચના મળી હતી કે ટીટીપીના 2 કમાન્ડર અમાન ગુલ અને મસૂદ ખાન ગામમાં છૂપાયેલા છે અને બોમ્બ બનાવીને દેશમાં અલગ અલગ જગ્યા પર છૂપાયેલા રહ્યા છે.
જાણકારી આપ્યા વિના હુમલો કરી રહી છે સેના
લોકોએ સેના પર આરોપ લગાવ્યો છે કે લોકોને જાણકારી આપ્યા વિના હુમલા થઈ રહ્યા છે. તેનાથી આતંકીઓની ખબર નથી પડતી, પણ પાકિસ્તાન પોતાના જ લોકોને મારી રહ્યું છે. જેનું નુકસાન સેના અને સરકાર બંનેને વેઠવું પડી શકે છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના માનવાધિકાર આયોગે એર સ્ટ્રાઈકની તપાસની માગ કરતા નિવેદન જાહેર કર્યું છે કે સરકારનું કામ પોતાના લોકોની રક્ષા કરવાનું છે, પણ પાકિસ્તાનની સરકાર પોતાના જ લોકો પર હુમલો કરી દુનિયા સામે પોતાની હાલત ખુદ રજૂ કરી રહી છે. દુનિયા સામે પાકિસ્તાનને નબળું સાબિત કરી રહ્યા છે.
ખૈબર પખ્તૂનખ્વાના સાંસદ મોહમ્મદ ઈકબાલ ખાન અફરીદીએ પણ આ હુમલાનો વિરોધ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ આ મામલાને સંસદમાં ઉઠાવશે અને સેના-સરકાર પાસેથી જવાબ માગશે.
આ પણ વાંચો: મજૂરી કરી પતિએ પત્નીને ભણાવી, પોલીસમાં નોકરી લાગતા બેવફા બની ગઈ, પ્રેમી આપી રહ્યો છે ધમકી












