ટ્રેન્ડિંગનેશનલ

મજૂરી કરી પતિએ પત્નીને ભણાવી, પોલીસમાં નોકરી લાગતા બેવફા બની ગઈ, પ્રેમી આપી રહ્યો છે ધમકી

સાગર, 23 સપ્ટેમ્બર 2025: મધ્ય પ્રદેશના સાગરમાં લગ્ન, નોકરી, બેવફાઈ અને પછી ધમકીવાળો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે એસપી ઓફિસમાં પહોંચીને પોતાની પત્ની, જે મધ્ય પ્રદેશ પોલીસમાં નોકરી કરે છે, તેના પર ત્રાસ અને આડા સંબંધોનો ગંભીર આરોપ લગાવ્યો છે. પતિએ પત્નીને ભણાવી તેના સપના પૂરા કર્યા, હવે તે પત્ની પર ગંભીર આરોપ લગાવવાનો મામલો આખા જિલ્લમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જાણો શું છે આખો મામલો

ફરિયાદકર્તા જયલાલ કાછી, જે મૂળ તો કટની જિલ્લાનો રહેવાસી છે, તેનું કહેવું છે કે તેણે પોતાની પત્ની રીટા બર્ડેને મહેનત મજૂરી કરી ભણાવી અને બાદમાં રીટાની નોકરી મધ્ય પ્રદેશ પોલીસમાં લાગી ગઈ. બંનેએ 10 મે 2023ના રોજ લગ્ન કર્યા હતા. જયલાલનો આરોપ છે કે લગ્ન બાદ રીટાનું પોસ્ટીંગ સાગર જિલ્લાના ગોપાલગંજ ચોકીમાં થઈ ગઈ, ત્યાં એક વર્ષ સુધી તે પત્ની સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. પણ બાદમાં પત્નીએ કામનું બહાનું બનાવી તેને જબલપુર મોકલી દીધો, જ્યાં તે મજૂરી કરતો રહ્યો.

પત્નીના મોબાઈલમાં પ્રેમીના ફોટો-વીડિયો મળ્યા

જયલાલનો દાવો છે કે ઓગસ્ટમાં જ્યારે તે સાગર પાછો આવ્યો તો તેને રીટાના મોબાઈલમાંથી લકી નામના એક યુવક સાથે કેટલાય ફોટો અને વીડિયો મલ્યા. તેનું કહેવું છે કે રીટા અને તેનો પ્રેમી લકી મળીને તેને ધમકાવી રહ્યા છે. નોકરીનો રૌફ જમાવી પ્રેશર બનાવી રહ્યા છે. પીડિતે પોલીસ પાસેથી ન્યાયની માગ કરી છે અને આખા કેસની તપાસ કરાવવાની માગ કરી છે.

આ પણ વાંચો: ખાલી એક વર્ષ લગ્ન ચાલ્યા, પત્નીએ પતિ પાસેથી ભરણપોષણમાં 5 કરોડ માગ્યા, સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી

Back to top button