ખુશીના સમાચાર! નવરાત્રિ પહેલા ગુજરાતમાં અમુલના દૂધમાં 4 રૂપિયા સુધીનો થઈ શકે છે ઘટાડો!

અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2025: GST દરોમાં કરવામાં આવેલા ફેરફારોથી પેકેજ્ડ દૂધના ભાવ ઘટશે. હકીકતમાં જોઈએ તો, અગાઉ દૂધ પર 5% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગતો હતો, જે હવે 22 સપ્ટેમ્બરથી શૂન્ય થઈ જશે. આવી સ્થિતિમાં, પેકેજ્ડ દૂધના ભાવ ઘટશે અને દેશભરના ગ્રાહકોને તાત્કાલિક રાહત મળશે. ચાલો જાણીએ કે દૂધના ભાવ કેટલા ઘટશે.
ભાવ પ્રતિ લિટર 4 રૂપિયા સુધી ઘટશે
અમૂલ અને મધર ડેરી સહિતની મુખ્ય દૂધ બ્રાન્ડ્સના છૂટક ભાવમાં પ્રતિ લિટર ₹ 3-4નો ઘટાડો થવાની ધારણા છે. અમૂલનું ફુલ-ક્રીમ દૂધ ‘અમૂલ ગોલ્ડ’ અને મધર ડેરીનું ફુલ-ક્રીમ દૂધ હાલમાં લગભગ ₹ 69 પ્રતિ લિટર વેચાય છે અને ટેક્સ ઘટાડા પછી, તેની કિંમત ₹ 65-66 પ્રતિ લિટર થવાની શક્યતા છે. ટોન્ડ દૂધ, ભેંસના દૂધ અને અન્ય પેકેજ્ડ દૂધના પ્રકારોમાં પણ આવી જ ઘટાડો થવાની ધારણા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, દૂધ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ખાદ્ય ઉત્પાદનોમાંનું એક છે. વિશ્લેષકો કહે છે કે દૂધના ભાવમાં ઘટાડાથી દહીં, ચીઝ અને માખણ જેવા અન્ય ડેરી ઉત્પાદનોના ભાવ પણ પ્રભાવિત થઈ શકે છે.
સિમેન્ટના ભાવમાં પણ ઘટાડો થશે
GST દરમાં ફેરફારથી 50 કિલોગ્રામ સિમેન્ટની થેલીના ભાવમાં 30-35 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, જેનાથી બાંધકામ ખર્ચ ઘટશે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે GST દર ઘટાડવાનો નિર્ણય સિમેન્ટ ક્ષેત્ર માટે માળખાકીય રીતે સકારાત્મક સાબિત થશે.
અહીં ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે GST કાઉન્સિલે વર્તમાન ચાર-સ્તરીય કર માળખાને પાંચ ટકા અને 18 ટકાના બે દરે ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય અનુસાર, 22 સપ્ટેમ્બરથી સિમેન્ટ પર કર દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવશે.
આ પણ વાંચો: દીકરીના બોયફ્રેન્ડને માએ પટાવી દીધો, ભાગવા માટે પોતાના જ ઘરમાં 10 લાખના દાગીના ચોરી લીધા












