ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ શરૂ: સાયબર ફ્રોડ સામે પોલીસ એક્શન મોડમાં

‘Operation Mule Hunt 2.0’: ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને ડિજિટલ ફ્રોડને કાબૂમાં લેવા રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આજથી સમગ્ર ગુજરાતમાં સાયબર ગુનેગારો અને મ્યુલ એકાઉન્ટ રેકેટ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.

આ હાઈલેવલ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, SP, IG અને DIG અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. બેઠક દરમિયાન સાયબર ફ્રોડના વધતા કેસો, ડિજિટલ ઠગાઈ અને બેંક એકાઉન્ટના ગેરઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સાયબર ફ્રોડમાં વપરાતા શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સને તાત્કાલિક ટ્રેક કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે. આવા ખાતાઓ દ્વારા ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરીને ગુનેગારો પોતાની ઓળખ છુપાવતા હોય છે.

શું છે મ્યુલ એકાઉન્ટ?
મ્યુલ એકાઉન્ટ એ એવું બેંક ખાતું છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે કરે છે. ઘણી વખત લોકો કમિશન કે લાલચમાં આવી પોતાનું ખાતું અન્ય લોકોને વાપરવા આપે છે, જે બાદ તે ખાતા મારફતે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજ્ય સરકારે પોલીસને ડ્રગ્સ માફિયા, સાયબર ગેંગ અને અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવા ફ્રી-હેન્ડ આપ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત પોલીસ વધુ આક્રમક અભિયાન હાથ ધરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

સાયબર ફ્રોડથી બચવા શું કરવું?

  • પોતાનું બેંક ખાતું કોઈને ભાડે ન આપવું
  • OTP, PIN અને પાસવર્ડ ક્યારેય શેર ન કરવો
  • અજાણ્યા પૈસા ખાતામાં આવે તો તરત બેંકને જાણ કરવી
  • શંકાસ્પદ ઓનલાઈન નોકરીની ઓફરોથી સાવચેત રહેવું
  • સાયબર ફ્રોડ થાય તો તરત 1930 હેલ્પલાઈન પર ફરિયાદ કરવી

ગુજરાત પોલીસે અગાઉ પણ “મ્યુલ હંટ” અભિયાન અંતર્ગત અનેક જિલ્લાઓમાં કાર્યવાહી કરીને સાયબર ફ્રોડમાં સામેલ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે “મ્યુલ હંટ 2.0” દ્વારા વધુ મોટા નેટવર્ક સામે કાર્યવાહી થવાની શક્યતા છે.

આ પણ વાંચો : રશિયાનો યુક્રેન પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો, 9ના મોત, 60થી વધુ ઘાયલ

Back to top button