OMG3/ અક્ષય કુમારે ‘ઓહ માય ગોડ’નો ત્રીજો ભાગ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી

મુંબઈ, 21 મે 2025 : અક્ષય કુમાર અત્યારે પ્રિયદર્શનના નિર્દેશનમાં બની રહેલી હોરર કોમેડી ફિલ્મ એવી ‘ભૂતબંગલા’ના શૂંટિંગમાં બીઝી છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ કેરળમાં ચાલી રહ્યું છે. અક્ષય કુમારનું કારકિર્દી ડામાડોળ ચાલી રહ્યું છે એટલે અક્ષય કુમારે તેની હીટ ફિલ્મ ‘ઓહ માય ગોડ’નો ત્રીજો ભાગ બનાવવા માટે તૈયારીઓ પણ શરૂ કરી નાંખી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષય કુમારે ‘ભૂતબંગલા’ના સેટ પર જ ‘ઓહ માય ગોડ-ઓએમજી- ૩’ની પટકથા પર પણ કામ શરૂ કરી નાંખ્યું છે. ‘ઓએમજી ટૂ ‘ના ડિરેક્ટર અમિત રાય હાલ અક્ષય કુમારની સાથે કેરળમાં જ છે. જો બધું સમૂસુતર નીવડયુ તો ‘ઓએમજી ૩’નું શૂટિંગ પણ 2026માં શરૂ થઇ જશે.
‘ઓએમજી’ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ અને મિથુન ચક્રવર્તિ પણ હતા. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ગુજરાતી નાટક કાનજી વિરૂદ્ધ કાનજી પર આધારિત હતી. તેમાં પણ આ ગુજરાતી નાટક પણ ઓસ્ટ્રેલિયન ફિલ્મ ધ મે હૂ સ્યુડ ધ ગોડ પરથી પ્રેરિત હતું. ‘ઓએમજી ટૂ’માં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી તથા યામી ગૌતમ પણ હતા.
હવે ‘ઓએમજી ૩’માં અક્ષય કુમારની સાથે બીજા કોનું કાસ્ટિંગ કરવામાં આવે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.
આ પણ વાંચો : વિશ્વ બજારોના મિશ્ર સંકેતો વચ્ચે આજે બજારમાં મંદીવાળાનું હેમરિંગ જોવા મળી શકે છે, ગિફ્ટ નિફ્ટીમાં નરમાઇ












