મનોરંજન

દિશા પટણી ગ્લેમરસ દેખાઈ પણ કેટરીનાની જગ્યા ન લઈ શકી! ‘ઊંચા લંબા કદ’ના રીમેક પર ફેન્સનું મિશ્ર રિએક્શન

Welcome 3 New Song: બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ”ને લઈને ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ભોજપુરી ગીત “ઘિસ-ઘિસ” રિલીઝ થયું હતું, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હવે, આ ક્રેઝને બમણો કરવા માટે નિર્માતાઓ દ્વારા ફિલ્મનું બીજું ધમાકેદાર ગીત “ઊંચા લંબા કદ” રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે ઇન્ટરનેટ પર નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે.

2007ના આઇકોનિક ગીતનું રિક્રિએશન અને દિશાનો ગ્લેમરસ અવતાર

આ નવું ગીત વર્ષ 2007માં આવેલી સુપરહિટ ફિલ્મ “વેલકમ” ના ઓરિજિનલ અને આઇકોનિક ગીત “ઊંચા લંબા કદ” નું આધુનિક રિક્રિએટેડ વર્ઝન છે. આ ગીતના વીડિયોમાં અક્ષય કુમાર સાથે બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અત્યંત ગ્લેમરસ અવતારમાં સ્ટેપ્સ મિલાવતી જોવા મળી રહી છે. જોકે, આ આખા ગીતનો સૌથી આકર્ષક અને ચોંકાવનારો ભાગ તેનો અંત છે, જ્યાં અક્ષય કુમાર કેમેરા સામે જોઈને ખૂબ જ લાગણીશીલ થઈને કહે છે, “વી મિસ યુ કેટરીના”. અક્ષય કુમારે આ ગીત પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા ચાહકો માટે લખ્યું, “તમે તેને એક વાર સાંભળ્યું અને તમે હજુ પણ તેના માટે દિવાના છો… હવે અમે જંગલમાં તે જ જુનું વાતાવરણ પાછું લાવી રહ્યા છીએ.”

અક્ષય-કેટરિનાની જૂની કેમેસ્ટ્રી થઈ તાજી

અક્ષય કુમારનું આ સ્ટેટમેન્ટ ચાહકોને 2000ના દાયકાની યાદોમાં લઈ ગયું છે, જ્યારે અક્ષય કુમાર અને કેટરિના કૈફની જોડી બોલીવુડની સૌથી મોટી બ્લોકબસ્ટર જોડીઓમાંથી એક ગણાતી હતી. આ જોડીએ અસંખ્ય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને હિન્દી સિનેમાને સદાબહાર ગીતો આપ્યા છે. 2007માં “વેલકમ” ના મૂળ ગીતમાં અક્ષય અને કેટરિનાની કેમેસ્ટ્રી સુપરહિટ રહી હતી, જે આ નવા વર્ઝનને કારણે ફરી ચર્ચામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રિમિક્સ કલ્ચરથી સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ

ગીત રિલીઝ થતાં જ યુઝર્સે તેના પર જોરદાર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. કેટરિનાના એક ડાયહાર્ડ ફેને લખ્યું, “મને દિશા પ્રત્યે કોઈ નફરત નથી, પરંતુ કેટરિનાનું સ્થાન કોઈ લઈ શકે નહીં.” બીજી તરફ, બોલિવૂડમાં સતત થતા જુના ગીતોના રિમિક્સથી નારાજ એક યુઝરે આક્રોશ ઠાલવતા લખ્યું, “અરે ભાઈ, કંઈક નવું તો બનાવો. એવું લાગે છે કે બોલિવૂડના લોકો નવું વિચારવાની શક્તિ ગુમાવી ચૂક્યા છે.” જોકે, કેટલાક વર્ગે તેને વર્ષનું સર્વશ્રેષ્ઠ મનોરંજન ગણાવ્યું છે.

26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘વેલકમ 3’

“વેલકમ ટુ ધ જંગલ” એ પ્રખ્યાત કોમેડી ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. અહેમદ ખાનના નિર્દેશનમાં બની રહેલી આ શ્રેણીનો પ્રથમ ભાગ “વેલકમ” 2007માં બ્લોકબસ્ટર રહ્યો હતો. આ ત્રીજા ભાગની ખાસિયત એ છે કે તેમાં અક્ષય કુમાર ઉપરાંત સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, અરશદ વારસી, રવીના ટંડન, લારા દત્તા અને જેકી શ્રોફ સહિત અંદાજે 30 જેટલા દિગ્ગજ કલાકારોની લાંબી ફોજ જોવા મળશે. આ ફિલ્મ 26 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે.

આ પણ વાંચો: Priyanka Chopra : બ્લેક મોનોકિનીમાં પ્રિયંકા ચોપરાનો બોલ્ડ અને એલિગન્ટ અવતાર વાયરલ

Back to top button