ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નૂહ હિંસા: યાત્રાના આયોજકો પર પ્રશ્ન ઉઠાવીને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કહ્યું- હિંસા કેમ ભડકી?

Text To Speech

નૂહ:  હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ બુધવારે નૂહ હિંસા પર મીડિયા સાથે વાત કરી હતી.

સોમવારે નૂહમાં આયોજિત VHPની જલાભિષેક યાત્રા પર દુષ્યંત ચૌટાલાએ કહ્યું, “યાત્રાના આયોજકોએ વહીવટીતંત્રને સંપૂર્ણ વિગતો આપી નથી કે કેટલા લોકો આવશે. ક્યાંક તેના અભાવે આ દૂર્ઘટના ઘટી છે. હું દરેકને શાંતિ જાળવવા વિનંતી કરીશ.

જ્યારે દુષ્યંત ચૌટાલાને મોનુ માનેસર અને મામેન ખાન પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, જે લોકો આમાં સામેલ હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત તેમને કહ્યું કે, હિંસા ભડકાવનારાઓ ગમે તે પક્ષ કે સંગઠન સાથે જોડાયેલા હશે તો પણ તેમના સામે કાર્યવાહી તો કરવામાં આવશે જ. જેમણે ઉશ્કેરણી કરી છે અને જેના પુરાવા ડિજિટલી મળી આવ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો-મહારાષ્ટ્ર પછી હરિયાણામાં પણ બીજેપીના માથે સંકટ; બંને ઠેકાણે તૂટી શકે છે ગઠબંધન

દુષ્યંત ચૌટાલા કહે છે, “આપણા રાજ્યના ઈતિહાસમાં આજ સુધી આવી ઘટના બની નથી. જે લોકો આ ઘટના પાછળ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ પ્રકારના ઈનપુટ મળ્યા છે, પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે.

વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપતા ચૌટાલાએ કહ્યું કે, અત્યારે સ્થિતિ શાંતિપૂર્ણ છે. છેલ્લી ઘટના ગુરુગ્રામમાં સવારે 2 વાગ્યે બની હતી, ત્યારથી કંઈ થયું નથી.

નૂહ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને નિષ્ણાતોનું કહેવું છે કે અહીં હિન્દુ અને મુસ્લિમો લાંબા સમયથી પ્રેમથી રહે છે.

આ અંગે ચૌટાલા કહે છે, “મેવાતનો ઇતિહાસ છે કે તે હંમેશા અખંડિતતા અને એકતા સાથે રહ્યો છે. જ્યારે મુઘલોએ હુમલો કર્યો ત્યારે પણ મેવાતના લોકો તે સમયના શાસકોની પડખે ઉભા રહ્યા અને આઝાદી માટે લડ્યા હતા. આઝાદી પછી પણ મહાત્મા ગાંધીની વિનંતીને અનુસરીને, લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપ્યું.

આ પણ વાંચો-UK ભારતીય દૂતાવાસ પર હુમલા મામલે NIAએ પંજાબ, હરિયાણામાં 31 સ્થળો પર દરોડા પાડ્યા

Back to top button