ઉદયપુર ફાઈલ્સ ઉપર સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ પ્રતિબંધ નહીં, પરંતુ હજુ રિલીઝ અંગે સસ્પેન્સ! જાણો કેમ?

નવી દિલ્હી, 25 જુલાઈ, 2025: Udaipur Files ઉદયપુર ફિલ્મ અંગેના અદાલતી જંગમાં નિર્માતાને થોડી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું કે ઉદયપુર ફાઇલ્સની રિલીઝ પર તેના તરફથી કોઈ પ્રતિબંધ લગાવવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ અદાલતે ફિલ્મના ગુણ-દોષ પર કોઈ ટિપ્પણી નથી કરી. યોગ્ય આદેશ પસાર કરવાની જવાબદારી દિલ્હી હાઇકોર્ટની છે. અર્થાત હજુ આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં પડતર છે અને ત્યાં નિર્ણય ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ અંગે સસ્પેન્સ યથાવત રહ્યું છે.
વાંચોઃ અશ્લિલતા વિરુદ્ધ સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક, એક સાથે 25 એપ્સ કરી પ્રતિબંધિત
ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ રાજસ્થાનમાં જેહાદી હિંસાનો ભોગ બનેલા દરજી કનૈયાલાલની હત્યા પર આધારિત હોવાનું માનવામાં આવતું હોવાથી તેનો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ નિર્માતાનું કહેવું છે કે ફિલ્મ તો વાસ્તવમાં જ્ઞાનવાપી મંદિર વિવાદ સંદર્ભે છે. સુપ્રીમ કોર્ટે આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં મોકલ્યો છે અને અરજદારોને હાઇકોર્ટમાં દલીલો કરવાની સૂચના આપી છે. હાઇકોર્ટને સોમવારથી જ સુનાવણી કરવાની સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ ફિલ્મ નિર્માતાએ સુપ્રીમ કોર્ટ પાસેથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતાઓને હાઇકોર્ટના આદેશ સામે ટોચની અદાલતમાંથી અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી છે. અદાલતે કહ્યું કે સેન્ટ્રલ કમિટીના આદેશે તેમની અરજીને નિરર્થક બનાવી દીધી છે.
આ પણ વાંચોઃ ડ્રોનથી હુમલો કરી શકાય તેવી ULPGM-V3 મિસાઈલનું DRDO દ્વારા સફળ પરીક્ષણ












